Homeગુર્જર નગરીઅમદાવાદ શહેરમાં શરૂ થઈ અનોખી સિગ્નલ સ્કૂલ

અમદાવાદ શહેરમાં શરૂ થઈ અનોખી સિગ્નલ સ્કૂલ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ મળી રહે તેવા હેતુ સાથે અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ચાર રસ્તા પર રખડતાં બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે સ્કૂલ બોર્ડ દ્વારા સિગ્નલ સ્કૂલ (signal school) શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ સ્કૂલ માટે કોઈ ઓરડા કે બિલ્ડિંગ ઉભી નથી કરાઈ પરંતુ ખાસ પ્રકારની બસ તૈયાર કરવામાં આવી છે અને તેને સિગ્નલ સ્કૂલ નામ આપવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ખાસ પ્રકારની 10 સિગ્નલ સ્કૂલને લીલીઝંડી આપી છે. આજથી આ બસ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે અને શિક્ષણથી વંચિત એવા ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ આપશે. આ સિગ્નલ સ્કૂલ થકી શિક્ષણથી વંચિત અને શાળાએ અભ્યાસ કરવા ન જતાં બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડ દ્વાર વર્ષ 2021-22ના બજેટમાં સિગ્નલ સ્કૂલની વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી હતી. આ સિગ્નલ સ્કૂલ શરૂ કરવા પાછળના હેતુ અંગે વાત કરતાં અધિકારીઓએ કહ્યું કે, ઘણી વખત ગરીબ પરિવારના બાળકો ચાર રસ્તા પર જોવા મળતાં હોય છે. તેઓ શાળાએ જઈ શકતાં નથી તેથી બજેટમાં ખાસ આ સિગ્નલ સ્કૂલની જોગવાઈ કરીને આ વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે.

સ્કૂલ બોર્ડ દ્વારા શાળાના ક્લાસરૂમની થીમ પર જ બસમાં સિગ્નલ સ્કૂલ બનાવાઈ છે. જેમાં અભ્યાસ કરવા માટેની તમામ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સિગ્નલ સ્કૂલમાં બાળકોને બેસાડીને શિક્ષણ આપવામાં આવશે. હાલ આવી 10 બસ બનાવાઈ છે. આ બસો અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા, આરટીઓ, નારોલ, વસ્ત્રાપુર, નરોડા સહિતના વિવિધ વિસ્તારોમાં જશે અને શાળાએ ન જઈ શકતાં બાળકોને સિગ્નલ પાસે જ શિક્ષણ આપવામાં આવશે.

signal school

એક બેસમાં બે શિક્ષક હશે

બસમાં બનાવાયેલી સિગ્નલ સ્કૂલમાં બે શિક્ષક રાખવામાં આવશે. જેમાં એક મુખ્ય શિક્ષક અને એક હેલ્પર તરીકે રહેશે. આ બસ દરેક વિસ્તારમાં સોમવારથી શનિવાર સુધી અલગ અલગ વિસ્તારમાં ફરશે. અને બાળકોને પાયાનું જ્ઞાન આપશે.

એક સાથે 15 બાળકો શિક્ષણ મેળવી શકશે

આ સિગ્નલ સ્કૂલમાં  સીસીટીવી, બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે રમકડાં,  એલઈડી દ્વારા શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકો નોટબુક મૂકવા માટે કબાટની વ્યવસ્થા છે. એક બસમાં એક સાથે 15 બાળકો અભ્યાસ કરી શકશે. લાઈટ, પંખા, પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ હશે. મહત્વનું છે કે, આ સમગ્ર પ્રોજેકટ માટે 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભિક્ષા નહિ શિક્ષા સ્લોગન સાથે સિગ્નલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments