Homeગુર્જર નગરીઅમદાવાદ: ‘તમારા ડ્રાઈવરે દારૂ પીધો છે...’ કહી 30 હજારનું તોડપાણી કરનારા કોન્સ્ટેબલ...

અમદાવાદ: ‘તમારા ડ્રાઈવરે દારૂ પીધો છે…’ કહી 30 હજારનું તોડપાણી કરનારા કોન્સ્ટેબલ અને TRB જવાનની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર

Team Chabuk-Gujarat Desk: જનતા પોલીસ ઉપર વિશ્વાસ કરતી હોય છે પણ રક્ષક જ જ્યારે ભક્ષક બને તો? અમદાવાદમાં રાજસ્થાનના વેપારીને તમારા ડ્રાઈવરે દારૂ પીધો છે કહી તેમનું ટ્રાફિકમાં ફરજ બજાવતા લોકરક્ષકદળ અને ટીઆરબીના જવાને અપહરણ કર્યું હતું અને એટીએમમાંથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે આ બંને પૈસાપ્રેમી જવાનોની ધરપકડ કરી તેમને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યાં હતા અને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

shreeji dhosa

23 માર્ચના રોજ નિમેષ બોલ્યા પોતાના ડ્રાઈવર સંજય શર્માની સામે ગાડી લઈ નરોડા આવ્યા હતા. ત્યાં ઉપસ્થિત લોકરક્ષક દળના રોહિત સોલંકી અને ટીઆરબીના જવાન વિજય તડપદાએ નિમેષભાઈની ગાડી રોકી હતી અને ધમકી આપી હતી કે તેમે દારૂ પીધો છે. ડ્રાઈવરે દારૂ પીધો હોય તેવું વારંવાર કહ્યું હતું અને નિમેષભાઈ કારના માલિક હોવાથી તેમની સામે પણ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

shreeji dhosa

આ બંને પૈસા શોખીનો ડ્રાઈવર સંજય અને કારના માલિક નિમેષભાઈને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી કરાઈ તરફ જવાના રસ્તાથી નરોડા જીઆઈડીસી સામેની એસબીઆઈ બેંકના એટીએમ પાસે લઈ આવ્યા હતા અને અહીં નિમેષભાઈના ખાતામાંથી 28,500 અને રોકડા 2000 રૂપિયા પડાવી લીધા હતા. આ સમગ્ર ઘટના અંગે નિમેષભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments