Team Chabuk-Political Desk: મોંઘવારીએ મધ્યમવર્ગની કમરભાંગી નાખી છે. રોજ પેટ્રોલ-ડિઝલ અને ગેસના ભાવમાં વધારો થાય છે. એવામાં માથે ગુજરાતની ચૂંટણી પણ આવી છે. જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીનો પ્રચાર કરવા માટે દિવાલ પર કમળના ફૂલ દોરવામાં આવ્યા છે. પરંતુ કોંગ્રેસે અનોખો વિરોધ અને અનોખો પ્રચાર શરુ કરી દીધો છે. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ કમળના ફુલ દોર્યા છે ત્યાં ત્યાં કોંગ્રેસે ગેસના બાટલાનું ચિત્રકામ કરી લખ્યું છે – 350વાળા બાટલાના 1050 કરનાર. આનાથી શહેરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે.
યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો આ નવતર વિરોધ જૂનાગઢવાસીઓનું ધ્યાન ખેંચી રહ્યો છે. એક બાજુ જુએ તો ભાજપનો પ્રચાર દેખાય પણ તેની બાજુમાં જુએ તો કોંગ્રેસે ભાજપે વધારેલી મોંઘવારીનો આંકડો દેખાય. ગુજરાત અને દેશમાં સત્તાધારી પાર્ટી ભાજપ છે પરંતુ જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. સત્તાધારી પાર્ટીએ વિધાનસભા સીટ પર વિજય પ્રાપ્ત કરવા માટે દિવાલો પર ચિત્રકામ શરુ કરી દીધું છે. જોકે પ્રચાર કરતા ભાજપ ભોઠું પડ્યું છે. યુથ કોંગ્રેસે નવતર વિરોધનું પ્રદર્શન કરતા જે ચિત્રકામ કર્યું છે તે જનતાનું ધ્યાન વધારે આકર્ષિત કરી રહ્યું છે.

રાજ્યભરમાં કોંગ્રેસ મોંઘવારીની વિરુદ્ધમાં કાર્યક્રમો યોજી રહી છે. જૂનાગઢ જિલ્લામાં જે સ્થળો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કમળનું ચિત્ર દોરવામાં આવ્યું હતું ત્યાં નજીક લાલ કલરનો ગેસનો બાટલો યુથ કોંગ્રેસ દ્વારા દોરવામાં આવ્યો છે. લાલ કલરના બાટલામાં લખવામાં આવ્યું છે કે 350ના બાટલાના 1050 કરનાર. આ અંગે યુથ કોંગ્રેસના પ્રમુખ જયદીપ ઓડેદરાએ કહ્યું હતું કે, ભાજપના શાસનમાં પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે તે માટે જાગૃત કરવાના ભાગરૂપે વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાતની લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે જૂનાગઢમાં પોત પોતાની રીતે તૈયારી આરંભી દીધી છે. જેની શરુઆત પેઈન્ટિંગયુદ્ધથી થઈ છે. હાલ તો સમગ્ર જૂનાગઢ શહેરમાં દિવાલ પર ભાજપનું કમળ અને ગેસનો બાટલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આવનારા સમયમાં જૂનાગઢની ચૂંટણીનો જંગ બરાબરનો જામશે તેમાં બેમત નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
