Team Chabuk-Gujarat Desk: BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી સત્યમ શર્માની અટકાયત કરી છે. આરોપી સત્યમ શર્મા ગુજરાતને અડીને આવેલ રાજસ્થાનના ડુંગરપુરમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુંગરપુરની એક હોટલ આરોપીને ઝડપી પાડ્યો હતો.
અમદાવાદના એસજી હાઇવે પર થયેલા હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ પતિ પત્ની પ્રથમ વાર મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી છે. ઈજાગ્રસ્ત અમિતભાઈ અને તેમના પત્ની મેઘા બેને પોતાની નજર સમક્ષ બનેલ ઘટના વર્ણવી અને અકસ્માત બાદ તેઓ કઈ રીતે પરેશાન થઈ રહ્યા તે પણ કહ્યું હતું.
ઈજાગ્રસ્ત દંપતીનું કહેવું છે કે આ કિસ્સામાં ખવડાવી પીવડાવીને મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમને આશા નથી કે તેને ન્યાય મળશે પરંતુ તેમની માંગ છે કે આ મામલે ઉદાહરણ સાબિત થાય તે મુજબની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને લોકો ડ્રીંક એન્ડ ડ્રાઇવ ન કરે. ઇજાગ્રસ્ત મેઘાબેનનું કહેવું છે કે ડાબા પગની ઘૂંટણનો નીચેનો બોલ ખસી જવાના કારણે તેમને ખાટલો ભોગવાનો વારો આવ્યો છે. ત્રણ મહિના સુધી તેમને બેડરેસ્ટ કરવો પડશે. તેઓ જ્યારે દીકરા માટે પિચકારી લેવા નીકળ્યા તે સમયે એક કાર ડિવાઈડર તોડી અને તેમની પાસે ઘસી આવી જેના કારણે તેઓ છ ફૂટ સુધી ફેકાઈ ગયા, જ્યારે તેમના પતિને જમણા પગે એંકલમાં ફ્રેક્ચર આવવાથી આરામ કરવાની ફરજ પડી રહી છે.
બાળકો નાના છે, તેમને સંભાળવાની ઉપરાંત ઘર કામ કેવી રીતે કરશે તે મોટો સવાલ ઉભો થયો છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના પતિ પણ ઈજાગ્રસ્ત થયા છે જેના કારણે ધંધા વેપાર કેવી રીતે થશે એ મોટો સવાલ ઉભો થયો છે. ઇજાગ્રસ્ત મેઘાબેનનો દાવો છે કે ગાડી ફૂલ સ્પીડમાં આવી રહી હતી, એક યુવાન ગાડી ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ તે ફરાર થઈ ગયો લોકો તેને પકડવા પણ દોડ્યા પણ પકડાયો નહીં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત