Homeગુર્જર નગરીક્રિકેટ રમતા વધુ એક યુવકનું થયું મોત, 14 બોલમાં ફટકાર્યા હતા 42...

ક્રિકેટ રમતા વધુ એક યુવકનું થયું મોત, 14 બોલમાં ફટકાર્યા હતા 42 રન

Team Chabuk-Gujarat Desk : છેલ્લા ઘણા દિવસોમાં અચાનક રમતા સમયે એેટેક આવવાના કિસ્સામાં ખૂબ જ વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોત થયું છે. સુરતના ઓલપાડના નરથાણ ગામે ક્રિકેટ રમતી વખતે બેભાન થયા બાદ યુવકનું મોત થયું છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર નિમેષ આહિર નામનો યુવક ક્રિકેટ રમતી વખતે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો તે દરમિયાન બેભાન થઈ ગયો હતો. જે બાદ તેનું મોત નિપજ્યું.

આ ઘટના પૂર્વે નિમેષ આહિરે 14 બોલમાં 42 રન ફટકાર્યા હતા. યુવકના મોતથી આહિર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરત સિવિલ ખસેડાયો છે. તમને જણાવી દઈએ કે, એક મહિના અગાઉ જ સેલુત ગામે કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત નિપજ્યું હતું.

ક્રિકેટ રમતી વખતે એકાએક બેભાન થઈ જવા પાછળનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે. યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. ક્રિકેટ રમતી વખતે તેની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેનું મોત થયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments