Homeગુર્જર નગરીઅમદાવાદઃ મિર્ચી મુર્ગા ફેમ આરજે કૃણાલના પિતાએ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં કૃણાલની...

અમદાવાદઃ મિર્ચી મુર્ગા ફેમ આરજે કૃણાલના પિતાએ કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં કૃણાલની પૂર્વ પત્નીના પરિવાર સામે આરોપ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના જાણીતા આરજે અને મિર્ચી મુર્ગા ફેમ આરજે કૃણાલના પિતાએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં જનતાનગર ફાટક પાસે એક વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવાની જાણકારી પોલીસને મળી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક વ્યક્તિ અમદાવાદના જાણીતા આરજે કૃણાલના પિતા ઈશ્વર દેસાઈ છે. મૃતક ઈશ્વર દેસાઈના મૃતદેહ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં આજે કૃણાલની પૂર્વ પત્નીના પરિવારજનો સામે આરોપો કરવામાં આવ્યા છે. હાલ આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા વિસ્તારમાં આવેલા જનતાનગર ફાટક પાસે ઈશ્વર દેસાઈ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક રેડિયો જોકી કુણાલના પિતા છે. આ સમગ્ર બનાવવામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ આરજે કુણાલની પૂર્વ પત્ની ભૂમિએ પણ થોડા વર્ષ અગાઉ આત્મહત્યા કરી હતી મૃતક ઈશ્વર દેસાઈની ડેડબોડી પાસે પોલીસને એક સુસાઇડ નોટ મળી છે. જેમાં પૂર્વ પત્ની ભૂમિના પરિવાર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.

આરજે કૃણાલની પ્રથમ પત્ની ભૂમિએ પણ કરી હતી આત્મહત્યા

આરજે કૃણાલ અને ભૂમિના લગ્ન 24 નવેમ્બર 2015ના રોજ થયા હતા, પરંતુ લગ્નના બે મહિનાથી પણ ઓછા સમયમાં કૃણાલે ભૂમિને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેને લઈને તેણે અમદાવાદના સચિન ટાવરના એચ બ્લોકના 10મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે કુણાલ સહિત તેના માતા-પિતા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલે RJ કૃણાલને 9 મહિના જેલમાં વીતાવવા પડ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments