Team Chabuk-Gujarat Desk: છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે. કેટલાક લોકો સામાજીક દુશ્મની કે એક તરફી પ્રેમમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય તેમ લાગી રહ્યું છે. આવા અનેક કિસ્સા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં રહેતી એક યુવતીએ સાયબર ક્રાઈમમાં પૂર્વ મંગેતર સામે છેડતી તેમજ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવતીના ફોટાનો ઉપયોગ કરીને અલગ-અલગ પ્લેટફોર્મ પર આઈડી બનાવી યુવતી વિશે બીભત્સ લખાણ લખવામાં આવતા તેમજ યુવતીને ફોન કરી ધમકીઓ આપવામાં આવતી હતી.
અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં રહેતી યુવતી ખાનગી કંપનીમાં સિનીયર એક્ઝિક્યુટિવ એચ. આર તરીકે નોકરી કરે છે. 22 ઓગસ્ટ 2022ના રોજ યુવતી ઓફિસે કામ કરી રહી હતી, ત્યારે તેના ઇમેઈલ તેમજ લીંકડીન આઈડી પર બીભત્સ મેસેજ આવ્યો હતો. જેથી તેણે પોતાના હેડને આ બાબતે જાણ કરી હતી. જે બાદ અજાણ્યા શખ્સે 9 અલગ-અલગ ઈમેઈલ આઈ ડી તેમજ યુવતીને કંપનીના લીંકડીન આઈડી પર પોતાના વિશે બીભત્સ લખાણ લખ્યુ હોવાનું ધ્યાને આવ્યું હતું.
યુવતીએ વધુ તપાસ કરતા તેના પોતાના નામથી પણ એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યો હોવાની જાણ થઈ હતી, જે એકાઉન્ટમાં તેના ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા શખ્સે બીભત્સ લખાણ અને બીભત્સ ફોટો મોકલાવ્યા હતા. આરોપી યુવતીને બદનામ કરવાના ઈરાદે તેના ફોટાનો ઉપયોગ કરતો હતો. તેમજ યુવતીની ઓફિસના લેન્ડ લાઈન નંબર પર ફોન કરી અવારનવાર ધમકીઓ આપવામાં આવતી હતી.
યુવતીએ એક દિવસ ધમકીઓના ફોનના રેકોર્ડિંગ સાંભળતા સામે વાળા યુવકનો અવાજ તેના પૂર્વ મંગેતરનો હોવાનું જાણવા મળ્યુ હતું. જે બાદ યુવતીએ આ ઘટના અંગે પરિવારને જાણ કર્યા બાદ સાયબર ક્રાઈમમાં પૂર્વ મંગેતર સામે ફરિયાદ નોંધાવી હતી. પૂર્વ મંગેતર ફેક આઈડી બનાવી યુવતીને બદનામ કરવાના ઈરાદે બીભત્સ લખાણ લખી હેરાન કરતો અને ફોન કરી ધમકીઓ આપતો હોવાથી આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
