Team Chabuk-Gujarat Desk: સુરતમાં મોડી રાત્રે લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ત્યારે ક્રૂરતાપૂર્વકની હત્યાના સીસીટીવીનાં દૃશ્યો સામે આવ્યાં છે. પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના લાલગેટ ખાતે આવેલા લીમડા ચોક વિસ્તારના મુખ્ય રાજમાર્ગ પર એક ભિક્ષુકની લાકડાના ફટકા મારી હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે અંદાજે બેથી ચાર વાગ્યાના સમય દરમિયાન ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા યુવકે લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.
ભિક્ષુક રસ્તા પર ખુલ્લેઆમ જઈ રહ્યો હતો એ દરમિયાન તેને માથાના ભાગે લાકડાના ફટકા મારી ઘટનાસ્થળે જ મોત નીપજાવી કાઢ્યું હતું. મારનાર હત્યા કરી બિનધાસ્ત રીતે ત્યાંથી ચાલ્યો ગયો હતો. ઘટનાની જાણ વહેલી સવારે પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફૂટપાથ પર રહેતો હોવાથી મરનારની ઓળખ થઈ શકી નથી. જેથી પોલીસ તેની ઓળખ કરી રહી છે. લાલગેટ પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનારને પણ પકડવા તપાસ કરી રહી છે.
લાલગેટ વિસ્તારમાં ફૂટપાટ પર રહેતા ભિક્ષુકની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હત્યાના આ સીસીટીવીમાં કોઈને પણ હચમચાવી દે તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ક્રૂરતાપૂર્વકની આ હત્યાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં મોડી રાત્રે ભિક્ષુક રસ્તા પર એકલો ચાલી રહ્યો હતો. દરમિયાન અચાનક જ તેને યુવક લાકડાના ફટકા વડે મારવા માંડ્યો હતો. ભિક્ષુકને માથાના ભાગમાં ઉપરાછાપરી 4થી 5 લાકડાના ફટકા મારી ઘટનાસ્થળે જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં મારનાર ભિક્ષુક હત્યા કરી બિનધાસ્ત રીતે ચાલ્યો ગયો હતો. હાલ તો લાલગેટ પોલીસે હત્યાના સીસીટીવીને આધારે આગળની તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
