Homeગુર્જર નગરીઅમદાવાદઃ ઘરજમાઈએ 7 વર્ષના સાળાની હત્યા કરી, હત્યા થઈ તે બાળકને દત્તક...

અમદાવાદઃ ઘરજમાઈએ 7 વર્ષના સાળાની હત્યા કરી, હત્યા થઈ તે બાળકને દત્તક લેવાયું હતું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં 7 વર્ષના સાળાની હત્યા કરી દેવાઈ. ફોટોમાં દેખાતા આ માસૂમ બાળકનું નામ રિયાન શેખ છે. બહેરામપુરામાં રહેતા રિયાન શેખ કે જે ત્રણ દિવસ પહેલા ગુમ થયો. જેને શોધવા માટે પરિવાર અને પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી હતી. તે બાળકનો ત્રણ દિવસ બાદ સાણંદ પાસે કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બાળકનું પહેલાં અપહરણ થયું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી દેવાઈ હતી. દાણીલીમડા પોલીસે આરોપી બનેવીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, 24 જાન્યુઆરીએ રિયાન શેખ ગુમ થયો. જેની શોધખોળ પરિવાર કરી રહ્યો હતો. સાથે પોલીસ ને પણ સમગ્ર મામલે જાણ કરાઈ અને પોલીસે શોધ ખોળ હાથ ધરી. જેમાં પોલીસે અલગ અલગ લોકોના નિવેદન પણ લીધા. તપાસમાં શંકાની સોઈ ઘરજમાઈ અને બનેવી એવા મોહમદ સાહિલ મોહમદ સલીમ શેખ પર અટકી હતી.

બાળકનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે ઘરજમાઈની કડક પૂછપરછ કરી હતી જેમાં તે ભાંગી પડ્યો હતો અને હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે, તેણે જ તેના સાળા રિયાનનું અપહરણ કરાવ્યું. અને રિક્ષામાં બેસાડી વિશાલા પાસે આવેલ કેનાલમાં નાખી તેની હત્યા કરી નાખી હતી.

પોલીસે હાલ ઘરજમાઈ સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પત્નીને શબક શીખવાડવા માટે તેના ભાઈનું અપહરણ કર્યુ હતું. તપાસમાં એ પણ સામે આવ્યું કે, આરોપીના સાસુને 4 દીકરીઓ હતી, એક પણ દીકરો ન હતો જેથી તેમણે રિયાનને દત્તક લીધો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments