Homeગુર્જર નગરીપોરબંદરના સાંસદ રમેશ ધડુકની લીલા ચણાથી અનોખી તુલા કરવા પાછળ આ ખાસ...

પોરબંદરના સાંસદ રમેશ ધડુકની લીલા ચણાથી અનોખી તુલા કરવા પાછળ આ ખાસ કારણ છે

Team Chabuk-Gujarat Desk: કોઈ વ્યક્તિ, આગેવાન કે નેતાની આપણે સાકર તુલા, પુસ્તક તુલા, ચાંદીની તુલા કે રક્તતુલા થતી જોઈ કે સાંભળી હશે. પરંતુ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકની ખેડૂતોએ લીલા ચણાથી અનોખી તુલા કરી સન્માન કર્યું છે.

સાંસદનું કેમ સન્માન કરાયું?

પોરબંદરનો ઘેડ વિસ્તાર ચોમાસામાં મોટા ભાગે ડૂબમાં હોય છે. આથી ચોમાસુ ખેતી પાકને નુકસાન થાય છે. રવિપાકની સીઝનમાં ડેમમાંથી પાણી પણ ઓસરી જાય છે. તેથી રવી પાકને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે કુતિયાણા તાલુકાનો અમીરપુર ડેમ ભરવા ખેડૂતા અવારનવાર રજુઆત કરી હતી, પરંતુ મંજૂરી મળતી ન હતી. આ બાબત સાંસદ રમેશભાઈ ધડુકના ધ્યાને આવતા તેમણે સરકારમાં સિંચાઈ મંત્રીને આ બાબતે રજુઆત કરી. સરકાર દ્વારા અમીરપુર ડેમ ભરવાની મજૂરી મળતા ડેમ ભરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા સાંસદનું સન્માન કરવામાં આવ્યું.

advertisement-1

લીલા ચણાથી કેમ તુલા કરાઈ?

પોરબંદરનો ઘેડ પંથક ચણાના ઉત્પાદન માટે જાણીતો છે. ઘેડમાં સિંચાઈ વિના પણ ચણાનું ઉત્પાદન લઈ શકાય છે. પરંતુ હવે સિંચાઇ માટે પાણી મળવાથી ચણાનું ઉત્પાદન વધુ થશે.  હાલ ખેતરમાં ચણાના પાકમાં ઝીંઝરા બંધાઈ જતા ખેડૂતોએ આ લીલા ચણાથી જ સાંસદ રમેશભાઇ ધડુકનું સન્માન કરવાનું નક્કી કર્યું.

ચણાની ટેકાના ભાવે થશે ખરીદી

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ ૨૦૨૧-૨૨માં તુવેર માટે રૂ. ૧૨૬૦/મણ, ચણા માટે રૂ. ૧૦૫૦/મણ અને રાયડા માટે રૂ.૧૦૧૦/મણના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કાર્ય છે. રાજ્યમાં ખરીફ/રવિ સીઝન ૨૦૨૧-૨૨માં લઘુતમ ટેકાના ભાવે ચણાની ખરીદી તા.૦૧/૦૩/૨૦૨૨ થી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે. ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ રમેશભાઈ ધડુક અવારનવાર ઘેડના પ્રશ્ન, સમસ્યા બાબતે લોકસભામાં પણ રજુઆત કરતા રહે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments