Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ઈંડાની લારીઓનો વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે એક બીજા વિવાદે જન્મ લીધો છે જેનું નામ છે નમાજ પઢવાનો અને શુદ્ધિકરણનો. અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં આવેલ ગાર્ડનમાં મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી હતી. નમાજ પઠનનો વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ થયેલા વીડિયો બાદ વધુ એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના કાર્યકરોએ હનુમાન ચાલીસા પઢી, ગંગાળજળનો છંટકાવ કરી, એ જગ્યાનું શુદ્ધિકરણ કર્યું હતું.
વાઈરલ થયેલો વસ્ત્રાપુરનો વીડિયો કયા સમયનો છે, ક્યારે ઉતારવામાં આવ્યો, તે જાણી શકાયું નથી, પરંતુ આ વીડિયોમાં બે મહિલા અને ચાર પુરુષો બગીચામાં નમાજ પઢી રહ્યા છે. એવામાં વસ્ત્રાપુરની કોઈ એક ઈમારતમાંથી નમાજ પઠનનો વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો અને વાઈરલ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં નમાજ બાદ વસ્ત્રાપુરનું તળાવ, લોકોની અવર જવર, ટ્રાફિક, વાહનોના પાર્કિંગ, વાહનોના ઘોંઘાટ જેવું બધું દેખાય છે.
આ વીડિયો વાઈરલ થયા બાદ હિંદુવાદી સંગઠન વીએચપી (VHP) મેદાનમાં આવી હતી. વસ્ત્રાપુરની જે જગ્યાએ નમાજ પઢવામાં આવી ત્યાં જઈ તેમણે હનુમાન ચાલીસના પાઠનું પઠન કર્યું. તેમની સાથે વિશ્વ હિંદુ પરિષદની મહિલાઓ પણ જોડાઈ હતી. અહીં ઉંચા અવાજે તાળીઓના નાદ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા. માત્ર હનુમાનચાલીસા પઢવામાં નથી આવી પરંતુ એ જગ્યાનું ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. હાલ નમાજની સામે હનુમાન ચાલીસાનો આ વીડિયો અને મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
