Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરનો 32 વર્ષીય ઢગો 18 વર્ષની યુવતીને લગ્નનું વચન આપી રાજસ્થાનમાં દુષ્કર્મ...

સુરેન્દ્રનગરનો 32 વર્ષીય ઢગો 18 વર્ષની યુવતીને લગ્નનું વચન આપી રાજસ્થાનમાં દુષ્કર્મ આચરી ફરાર

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સુરેન્દ્રનગરના (Surendranagar) 32 વર્ષીય યુવકની સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. બંને વચ્ચે વાતો થતી હતી અને એવામાં યુવક યુવતીને લઈ રાજસ્થાન (Rajasthan) ગયો હતો જ્યાં તેણે બે અલગ અલગ હોટલમાં લઈ જઈ યુવતી પર દુષ્કર્મ (Rape) આચર્યું હતું અને ફરાર થઈ ગયો હતો. યુવતી હેમખેમ અમદાવાદ પહોંચી હતી અને પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદમાં 18 વર્ષીય યુવતી પરિવારની સાથે રહે છે અને અભ્યાસ કરે છે. આજથી બરાબર પાંચ મહિના પહેલા તેણી 32 વર્ષીય યુવકના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવી હતી. યુવકે પહેલા તેને વિશ્વાસમાં લીધી હતી અને પ્રેમભરી મીઠી મીઠી વાતો કરી હતી. જેથી યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી. યુવતીએ તેને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો અને બંને રાત રાત સુધી ફોન પર વાતો કરતા હતા. જોકે યુવતીને ભવિષ્યના અંજામની ખબર નહોતી.

પાકટ અને શોખીનકિસ્મના આ યુવકે યુવતીની આગળ લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો અને ઘરમાં આ અંગે કોઈને પણ ન જણાવવાનું કહ્યું હતું. એક દિવસ યુવકે યુવતીને કહ્યું હતું કે તને લેવા માટે આવું છું. યુવતી અભ્યાસનું બહાનું કરી તૈયાર થઈ બહાર ગઈ હતી. ત્યાંથી યુવક યુવતીને રાજસ્થાન લઈ ગયો હતો. અહીં યુવક યુવતીને હોટલમાં લાવ્યો હતો. યુવતીની આનાકાની અને પ્રતિકાર છતાં તારી સાથે લગ્ન કરી લઈશની વાતોમાં ફરી એક વખત પરોવી યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને પોતાના હવસનો શિકાર બનાવી યુવક કામ માટે બહાર જાઉં છું કહી ગયો હતો પણ પછી પાછો નહોતો આવ્યો.

યુવતી ગભરાઈ ગઈ હતી. ગમે તેમ કરી તે રાજસ્થાનથી અમદાવાદની બસમાં બેસી ઘરે પહોંચી હતી અને માતા પિતાને પોતાની સાથે ઘટેલી દુર્ઘટના અંગે રડતા રડતા વાકેફ કર્યાં હતા. બાદમાં માતા પિતાએ યુવતી પર દુષ્કર્મ આચરાયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. હાલ તો સંતાનોના હાથમાં મોબાઈલ નામનું શસ્ત્ર આપ્યા બાદ તેમની ગતિવિધિ પર નજર ન નાખનારા માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments