Team Chabuk-Gujarat Desk: ગત 20 જુલાઈની રાત્રે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનારા તથ્ય પટેલ સામે અમદાવાદ RTO દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તથ્ય પટલેનું ડ્રાઈવિંગ લાઈસન્સ કાયમી માટે રદ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે તથ્ય પટેલ કોઈ દિવસ કાર ચલાવી શકશે નહીં. લાઈસન્સ રદ કરવાના ઓર્ડરમાં તથ્ય પટેલ રીઢો ગુનેગાર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ RTOમાં કાયમી લાઈસન્સ રદ કરવાનો આ સંભવિત પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ટ્રાફિક પોલીસે તથ્ય પટેલનું લાઈસન્સ રદ કરવા માટે RTOને પત્ર લખ્યો હતો. તથ્ય જીજે-01-20220006171 નંબરનું નોન ટ્રાન્સપોર્ટ ડ્રાઇવિંગ ધરાવતો હતો અને તેની સમય મર્યાદા 11-2-22થી 19-12-2043 સુધીની હતી. પોલીસ ફરિયાદ મુજબ તથ્ય પટેલે ઇ.પી.કો.કલમ 279, 338, 304, 504, 506(2),114, એમ.વી.એક્ટ કલમ- 177, 184 અને 134(બી) હેઠળ ઘણીવાર ટ્રાફિકના ગુનાઓ આચર્યા હતા. આથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતા RTO દ્વારા તેનું લાઈસન્સ કાયમી માટે સસ્પેન્ડ કરવી દેવામાં આવ્યું છે.

આ તરફ તથ્ય પટેલના રિમાન્ડ પુરા થઈ ગયા છે. જો કે પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ દરમિયાન ગ્રામ્ય કોર્ટ સમક્ષ તથ્ય પટેલે કેટલીક માગ કરી હતી. જેમાં ટિફિનથી લઈને ભણતર સહિતની માગણીઓ હતી. આ માગણીઓ પર કોર્ટે જેલ મેન્યુઅલ પ્રમાણે તેને બે ટાઈમ ઘરનું ભોજન મળે તે માટે પરવાનગી આપી છે. હવે તથ્ય પટેલને ઘરનું ભોજન મળી શકશે. જોકે અઠવાડિયામાં એક જ વખત સગાને મળવા અને ફોન કરવાની પરવાનગી આપી છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ