Homeગુર્જર નગરીતમે પણ જાણી શકશો સિંહની મુવમેન્ટ, ગુજરાતના વન વિભાગે લોન્ચ કરી આ...

તમે પણ જાણી શકશો સિંહની મુવમેન્ટ, ગુજરાતના વન વિભાગે લોન્ચ કરી આ ખાસ એપ્લિકેશન

Team Chabuk-Gujarat Desk: આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ.. સિંહ ગુજરાતની આન,બાન,શાન છે. એમાંય ખાસ કરીને એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા નિર્મિત ‘લાયન એન્થમ’ તથા ‘સિંહ સૂચના એપ’ લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે લોન્ચ કરાયેલી આ બન્ને એપ ખાસ છે.

લાયન એન્થમ એપ થકી લોકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ અને લાગણી વ્યાપક બનશે. જ્યારે સિંહ સૂચના એપ થકી નાગરિકો સિંહની મુવમેન્ટ અંગે વનવિભાગને જાણ કરી શકશે. આ એપ દ્વારા સિંહને રીયલ ટાઈમ લોકેટ કરવામાં તેમજ માનવ અને સિંહ વચ્ચેના ઘર્ષણના બનાવ નિવારવામાં મદદ મળશે.

lion app

એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાયન પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જે અંતર્ગત, સિંહો માટે બ્રિડીંગ સેન્ટર, આઈસોલેશન સેન્ટર, સિંહોની સારવાર માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવા સહિતની કામગીરીનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આ ઉપરાંત, લાયન રેસ્ક્યુ સેન્ટર્સ, લાયન હોસ્પિટલ, લાયન એમ્બ્યુલન્સ, હાઈટેક મોનિટરીંગ યુનિટ સહિતની સુવિધાઓ અને લોકોના સહયોગના ફળસ્વરૂપે ગુજરાતમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સિંહના વિચરણનો વિસ્તાર પણ વધ્યો છે.

વિશ્વ સિંહ દિવસના અવસરે, ડૉ શકીરા બેગમ દ્વારા તૈયાર કરવામાં આવેલા પુસ્તક ‘ધ કિંગ ઓફ ધ જંગલ: ધ એશિયાટીક લાયન્સ ઓફ ગીર’ તેમજ અરવિંદ ચુડાસમા અને ઉર્વશી મારુ દ્વારા લિખિત ‘હું ગીરનો સિંહ’ પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મૂળુ બેરા અને મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments