Homeગુર્જર નગરીશહીદના માતાનું દુઃખઃ હાર્દિક પાટીદારોને ઉશ્કેરતો અને પોલીસનો માર અમારા દીકરાઓ ખાતા,...

શહીદના માતાનું દુઃખઃ હાર્દિક પાટીદારોને ઉશ્કેરતો અને પોલીસનો માર અમારા દીકરાઓ ખાતા, 7 વર્ષમાં એકપણ ફોન નથી કર્યો

Team Chabuk-Gujarat Desk: હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ બાદ તેના એક સમયના નજીકના લોકોમાં જ આક્રોશ જોવા મળી રહ્યો છે. તેના જુના સાથીઓ કહી રહ્યા છે કે, તેણે આ પગલું પોતાના સ્વાર્થ માટે ભર્યું છે. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ કહ્યું છે કે, તેણે ભાજપમાં જોડાતાં પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે કોઈ ચર્ચા કરી નથી. ત્યારે હવે ચોતરફથી હાર્દિક પટેલ સામે ફીટકાર વરસી રહી છે. પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા યુવકોના પરિવારજનોમાં પણ હાર્દિક પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા અમદાવાદના બાપુનાગરના શ્વેતાંગ પટેલના કેન્સર પીડિત માતાએ કહ્યું કે, હાર્દિક પટેલે મારા એકના એક દીકરાનું ખુન કર્યું છે. 14 લોકોની પોતાના સ્વાર્થ માટે હત્યા કરાવી છે. હાર્દિકે 7 વર્ષમાં એક વખત પણ ફોન નથી કર્યો. કોંગ્રેસમાં હાર્દિક ગયો ત્યારે કહેતો હતો કે તમને ન્યાય અપાવીશ. હવે ભાજપમાં જઈને શું કરશે ? હાર્દિક પટેલના એક અવાજે અમારા ભણેલા દીકરાઓ તેના માટે દોડતાં હતા. આજે એ 14 છોકરાના માતા-પિતા નોંધારા બની ગયા છે.

શ્વેતાંગ પટેલના માતા પ્રભાબેન આગળ જણાવે છે કે, આંદોલન સમયે પોલીસે તેમના દીકરાને ક્રુરતા પૂર્વક માર્યો હતો. હાર્દિક પટેલ રોજ બાપુનગર આવીને સભાઓમાં પાટીદારોના છોકરાઓને ઉશ્કેરતો હતો અને પોલીસ આંદોલન વિખેરવા આવે ત્યારે અમારા છોકરાઓ માર ખાતા હતા. પોલીસે પણ અમારા દીકરાઓને નિર્દયતાથી માર માર્યો હોવાનો પુરાવાનો નાશ કર્યો છે ત્યારે અમને હવે ન્યાય કોણ અપાવશે ?

પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસના મોટાભાગના જિલ્લા કન્વીનરોને એક જ સૂર છે કે, હાર્દિક પટેલે આ જે કંઈ કર્યું તે એકદમ ખોટું કર્યું છે. હાર્દિકને જો સમાજ સેવા જ કરવી હોય તો પાર્ટીમાં જોડાયા વિના પણ થઈ શકે છે. હાર્દિકની સાથે એકપણ પાસનો કાર્યકર કે કન્વીનર ન જોડાયો હોવાનું પણ પાસના કન્વીનરો કહી રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments