Homeગુર્જર નગરીભરતસિંહ સોલંકીએ કહ્યું, મારી પત્નીને મારી તબિયતની ચિંતા નથી મારી પ્રોપર્ટીમાં રસ...

ભરતસિંહ સોલંકીએ કહ્યું, મારી પત્નીને મારી તબિયતની ચિંતા નથી મારી પ્રોપર્ટીમાં રસ છે. હું મરી જાઉં તેની રાહ જુએ છે

Team Chabuk-Gujarat Desk: ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ભરતસિંહ સોલંકીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો મત રજૂ કર્યો છે. સાથે જ ભરતસિંહ સોલંકીએ સક્રીય રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લીધો છે. તાજેતરમાં ભરતસિંહ સોલંકી અને એક યુવતીને લઈને તેમના પત્ની રેશ્મા પટેલે એક વીડિયો વાઇરલ કર્યો હતો. ત્યારબાદ ભરતસિંહ સોલંકીએ મીડિયા સમક્ષ આવીને તેમના પત્નીને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મારા 30 વર્ષના રાજકીય જીવનમાં મારા પર કોઈ ડાઘ લાગ્યા નથી, કોઈ ભ્રષ્ટાચારનો આરોપ મારા પર લાગ્યો નથી પરંતુ હાલ મારે લઈને ઘણી બધી કોન્ટ્રવર્સી ચાલી રહી છે. ચૂંટણીનો સમય આવે ત્યારે કંઈકને કંઈક નવું શરૂ થાય છે. છેલ્લા 7 મહિનાથી મારા માટે વ્યક્તિગત વિવાદો ઉભા થયા છે. કોરોનામાં લોકોની પ્રાર્થનાથી મને નવજીવન મળ્યું છે.

ભરતસિંહે રામ મંદિર મુદ્દેના નિવેદન અંગે કહ્યું કે, અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી અને રક્ષક છીએ અને હિંદુ ધર્મમાં માનીએ છીએ. પરંતુ આ વાતને રાજકીય રંગ આપવામાં આવ્યો. મોંઘવારી, બેરોજગારી, પાણી જેવા પ્રશ્નો પર વાત કરવાને અન્ય મુદ્દે વાત થાય છે.

પત્ની સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ અને વિવાદ અંગે ભરતસિંહે કહ્યું કે, હું ઈચ્છતો હતો કે ઘરની વાત ઘરમાં રહે, બહાર જાય તેનો કોઈ ફાયદો નથી. મારી પાસે ઘણા બધા પુરાવાઓ છે જે મારે કોર્ટમાં રજૂ કરવા છે. કોર્ટ ચોક્કસપણે નક્કી કરશે. મને જ્યારે કોરોના થયો અને વડોદરામાં ડોક્ટરોએ કહ્યું કે તેમને અમદાવાદ સિમ્સ અથવા સ્ટર્લિંગમાં લઈ જાવ ત્યારે મારા પત્નીએ મારા પિતાને કહ્યું કે, ભરત બહુ નહીં જીવે તેને તમે અહીં લઈ આવો. પરંતુ મારા ભાઈ અને પરિવારે કહ્યું કે ના અમદાવાદ લઈ જવાના છે ત્યારે ના છૂટકે મારી એમ્બ્યુલન્સની પાછળ પાછળ આવ્યા.

ભરતસિંહ સોલંકીએ પત્ની અંગે વાત કરતાં કહ્યું કે, એમણે મારી તબિયતની ચિંતા નથી કરી. હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે કહ્યું કે, તમે પ્રોપર્ટી મારા નામે કરી આપો. એને પ્રોપર્ટીની ચિંતા હતી મારી નહીં. મારા નોકરોને કાઢી મૂક્યા અને કાર પણ વેચી દીધી. હોસ્પિટલમાંથી જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારે બહારથી ટિફિન મંગાવીને ખાવું પડતું હતું. મારી પત્નીએ તેમના કુટુંબમાં સગા કાકાઓ જોડે પણ પ્રોપર્ટીના દાવા કર્યા છે. મારે બાળકો નથી તેથી મારી સંપત્તિના હકદાર મારા પત્ની જ ગણાય પરંતુ તેને તાત્કાલિક સંપત્તિ જોઈતી હતી.

હાલમાં ભરતસિંહ સોલંકીને લઈને વાઈરલ થયેલા વીડિયો અંગે ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, હું આઈસ્ક્રીમ ખાવા ગયો હતો અને આ બનાવ બન્યો. વીડિયોમાં દેખાતી યુવતી અંગે વાત કરતાં ભરતસિંહે કહ્યું કે, તે યુવતીનું નામ રિદ્ધિ પરમાર છે અને તેની સાથે મારે સામાજિક સંબંધો છે. તે કોઈ રાજકીય કાર્યકર નથી. મીડિયામાં ચાલી રહેલી વાતો તદ્દન ખોટી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments