Team Chabuk-Gujarat Desk: જો તમે પણ ડી-માર્ટ (D-Mart)માંથી નિયમિત ખરીદી કરતાં હોય તો આ સમાચાર જાણવા તમારે જરૂરી છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટને તોલમાપ વિભાગ દ્વારા 90 હજાર રૂપિયાનો દંડ ફંટકારવામાં આવ્યો છે. ડી-માર્ટના સેટેલાઈટ સ્થિત મોલમાં વેચાણમાં મૂકવામાં આવેલા પેકેટ પર નિયમ અનુસાર વિગતો ન હોવાથી ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની અનેક ફરિયાદો મળી હતી. જે બાદ અધિકારીઓએ તપાસ કરતાં ગ્રાહકોની રાવ સાચી હોવાનું સાબિત થયું હતું જેથી તોલમાપ વિભાગે ડી-માર્ટને 90 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ડી-માર્ટમાં જે પેકેટનું વેચાણ થઈ રહ્યું હતું તેના પર ધી લિગલ મેટ્રોલોજી એક્ટ 2009 અને પેકેજિંગ કોમોડિટી રૂલ 2011 મુજબ જે પણ જરૂરી નિર્દેશ હોવા જોઈએ તે દર્શાવવામાં આવ્યા ન હતા. આ અંગે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મળી હતી. તપાસ કરતાં ફરિયાદ સાચી હોવાનું સામે આવતાં ડી-માર્ટને દંડ ફટકારાયો હતો.
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં લીગલ મેટ્રોલોજીના નિયામક ચંદ્રેશ કોટકે જણાવ્યું હતું કે, ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા કોઈપણ પ્રકારના એકમો સામેની ફરિયાદ નોંધાશે તો વિભાગ દ્વારા તરત જ તપાસ કરવામાં આવશે. તપાસમાં ગેરકાયદે થતું દેખાશે તો કડક પગલા ભરવામાં આવશે. 2020-21માં 1,79,676 અને ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં 72,938 એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 2020-21માં 9,744 અને 2021માં 3,338 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અનુક્રમે 30.72 કરોડ અને 13.86 કરોડનો દંડ ફટકારાયો છે.
મહત્વનું છે કે, જે એકમો સામે ગ્રાહકો સાથે છેતરપિંડી કે નિયમભંગ બદલની ફરિયાદમાં તપાસ કરવામાં આવી હતી તેમાં પેટ્રોલ પંપ, પુરવઠા વિભાગના ગોડાઉન, સસ્તા અનાજની દુકાન, ગેસ ડીલર-ગોડાઉન, માર્કેટ યાર્ડ, વજન કાંટા, સોના-ચાંદીની દુકાન, ઉત્પાદકો, કેરોસીન ફેરિયાઓ, મીઠાઈ-ફરસાણની દુકાનો, ડેરી ઉત્પાદન અને આયાતી માલના પેકિંગ સહિત અનેક એકમોને દંડ કરવામાં આવ્યો હતો. જેમાં ઓછુ વજન, વધુ પડતો ભાવ લેવો અને પેકેજિંગમાં જે વિગતો દર્શાવી હોય તેના કરતા ઉત્પાદન-વેચાણના માલમાં ફેરફાર હોવાનો પણ સમાવેશ થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
