Homeગુર્જર નગરીઉડતા અમદવાદ: ત્રણ દિવસમાં બીજી વાર મળ્યો ડ્રગ્સનો જથ્થો, પેડલરે કારમાં આ...

ઉડતા અમદવાદ: ત્રણ દિવસમાં બીજી વાર મળ્યો ડ્રગ્સનો જથ્થો, પેડલરે કારમાં આ જગ્યાએ બનાવ્યું હતુ ચોરખાનું

Team Chabuk-Gujarat Desk: શહેરમાં ત્રણ દિવસમાં બીજી વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો. રાજસ્થાનથી ડ્રગ્સ લઈ આવતા પાંચ પેડલરોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. ડ્રગ્સની હેરાફેરી માટે પેડલરોએ ગાડીમાં ચોરખાનું બનાવ્યું હતું.ક્રાઇમ એસ.ઓ.જીએ પરવેઝમિયા શેખ, મઝહરખાન પઠાણ, સાજીદહુસેન મલેક, ઇમરાન પટેલ અને મોઇનુદ્દીન કાગઝી નામના પેડલરોની ધરપકડ કરી છે. એસ.ઓ.જી પેડલરો પાસેથી એક ગાડીમાં 192.570 ગ્રામ ડ્રગ્સ કુલ 19 લાખના મુદ્દામાલ ઝડપ્યો છે.

એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી કે સારંગપુર બ્રિજ નજીક એક ગાડીમાં ડ્રગ્સ જથ્થો લઈ ડ્રગ્સ પેડલર આવી રહ્યા છે. આ બાતમીના આધારે એસઓજીએ ગાડી રોકી ચેક કરતા ગાડીમાં પહેલાં કઈ મળી આવ્યું ન હતું. જો કે, ગાડીની ઝીણવટભરી તપાસ કરતા ગાડીમાં ગિયર બોક્સ વચ્ચે એક ચોરખાનું મળી આવ્યું હતું જેમાં ડ્રગ્સનો જથ્થો છુપાવાયો હતો.

પકડાયેલ પાંચ પેડલરોમાંથી મુખ્ય આરોપી મોહમદ પરવેઝમિયા રાજસ્થાનમાં નઈમ નામના પેડલર પાસેથી ડ્રગ્સ લેવા રાજસ્થાન જતો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા 6 મહિનામાં ચારથી પાંચ વખત ડ્રગ્સ જથ્થો લાવ્યો છે. જે ડ્રગ્સના જથ્થાને લાવી નાની પડકીઓમાં શહેરના કોર્ટ વિસ્તારમાં લોકોને વેચતા હતા. જેમાં ખાસ શાહપુર અને કારજ વિસ્તારમાં ડ્રગ્સની પડીકી આપતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ ડ્રગ્સ એડિક્ટ છે. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી  કરી રહી છે કે, આરોપીઓનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ. સાથે જ ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા પેડલરો કોઈ ડ્રગ્સ માફિયાઓ સાથે સંકળાયેલા છે કે કેમ ?

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments