Team Chabuk-National Desk: આ બજેટમાં સૌથી વધુ કોઈ યોજનાએ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે પીએમ ગતિશક્તિ યોજના. નાણાં મંત્રી નિર્મલા સીતારામ દ્વારા ચાલુ વર્ષના બજેટમાં પીએમ ગતિશક્તિ યોજના ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે પીએમ ગતી શક્તિ યોજનાની મદદથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસ ઉપર ભાર મુકાશે. તમે પણ આ યોજનામાં સાંભળ્યું હશે ? શું તમે જાણો છો આ યોજના શું છે? તો ચાલો જાણીએ આ યોજના વિશે..
PM ગતિશક્તિ યોજના
પીએમ ગતિશક્તિ યોજના રૂ.107 લાખ કરોડની યોજના છે. આ યોજનાની મદદથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને નવું રૂપ આપવામાં આવશે. પીએમ ગતિશક્તિ યોજના અંતર્ગત રેલવે અને માર્ગ મંત્રાલય સહિત કુલ 16 મંત્રાલયની એક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ભેગા કરવામાં આવ્યા છે. જેમાં બધા વિભાગો એક પ્લેટફોર્મ પર આવતા એકબીજા વચ્ચે સંકલન રહેશે. બધા વિભાગો એક જ પ્લેટફોર્મ પર આવતા એક બીજા વિભાગની યોજના અંગે જાણકારી રહેશે.
યોજનાનો મુખ્ય હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ પ્રોજેકટમાં આવતી અડચણો ને દૂર કરવાનો છે. જેનાથી કોઈપણ યોજનાને પૂર્ણ થવામાં મોડું ન થાય. કોઈ પણ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો વિકાસ થાય તો ઔદ્યોગિક કે અન્ય કોઈ વિકાસમાં મોડું થશે નહીં.
400 નવી વંદે ભારત ટ્રેન
પીએમ ગતિશક્તિ યોજના અંતર્ગત કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2022-23 ના બજેટમાં ઘણી બધી જાહેરાત કરી છે. બજેટ રજૂ કરતા નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષ દરમ્યાન 400 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. તેમજ 100 ઇન્ડિયન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પણ તૈયાર કરવામાં આવશે.
25 હજાર કિમી હાઇવેનું નિર્માણ
સમગ્ર દેશમાં સામાન અને લોજિસ્ટિકની હેરફેર ઝડપથી થાય તે માટે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન 2022માં તૈયાર કરવામાં આવશે. 2022ના બજેટમાં આ યોજના અંતર્ગત નેશનલ હાઈવેના નેટવર્કને કુલ ૨૫ હજાર કિલોમીટર વધુ વધારવામાં આવશે.
લોજિસ્ટિક સુવિધામાં વધારો
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2022માં આઠ નવ રોપ-વે બનાવવા માટે કરાર કરવામાં આવશે. આ કરાર PPP ધોરણે કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો અને નાના વેપારીઓ માટે આ યોજના અંતર્ગત લોજિસ્ટિકની સુવિધામાં વધારો કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દેશમાં સપ્લાય ચેનના નેટવર્કને સારું કરવાનું કામ કરવામાં આવશે. તેમજ સરકાર વન પ્રોડક્ટ, વન સિસ્ટમ ઉપર પણ કામ કરશે. તેનાથી દેશના વેપારીઓને લોજિસ્ટિકની હેરફેર માટે ખૂબ સરળતા રહેશે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ