Team Chabuk-Gujarat Desk: 14મી ફેબ્રુઆરીને આજથી ગણીએ તો સોળ દિવસની વાર છે. જોકે એ પહેલા જ એક લફરું છાપે ચડ્યું છે. એક વ્યક્તિ અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની પ્રેમિકા સાથે બેઠી હતી. આ વ્યક્તિનો પુત્ર પોતાના પિતાને જોઈ ગયો. બરાબર વાંચ્યું પિતા! પિતા પુત્રને જોઈ જતાં એવા ગુસ્સે ભરાયા કે જાહેરમાં તેને લમધારી નાખ્યો. આ યુદ્ધને અટકાવવા માટે સાળો વચ્ચે પડ્યો હતો, જોકે એને પણ બનેવીના હાથે માર ખાવાનો વારો આવ્યો હતો. હાલ પુત્રએ પોતાના જ પિતાની વિરૂદ્ધ આ હરકત બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
યુવકે મામાને બોલાવ્યા
ડિલેવરી બોય તરીકે કામ કરતો ત્રીસ વર્ષીય પુત્ર શુક્રવારના રોજ પોતાના કામથી બાઈક લઈને દાણી લીમડાથી રીવરફ્રન્ટ થઈ શાહીબાગ જઈ રહ્યો હતો. એવામાં સુભાષબ્રિજ પાસે અમુલ પાર્લર પર તેણે એક જાણીતી વ્યક્તિને જોઈ. આ જાણીતી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેના પિતા હતા. તેના પિતા કોઈ અન્ય સ્ત્રીની સાથે હતા. યુવકે પોતાની ફરિયાદમાં એ પણ લખાવ્યું છે કે આ મહિલાની સાથે તેના પિતાને 15 વર્ષથી સંબંધ છે. પરિણામે ઘરમાં વારંવાર કલેશનું વાતાવરણ રહે છે. પિતાને સુભાષબ્રિજ પર અન્ય સ્ત્રી સાથે જોયા બાદ યુવકે ફોન કરી પોતાના મામાને બોલાવ્યા હતા.
કમરેથી પટ્ટો કાઢી ફટકાર્યા
યુવકના મામા આવી પહોંચ્યા હતા અને જ્યારે તેમના બનેવીને પૂછ્યું તો તેમણે સ્ટાફના બહેન હોવાનું કહી વાતને ફગાવી દીધી હતી. મામાએ ભાણાને પૂછ્યું હતું અને ભાણાએ બકી દીધું હતું કે આ પિતાની પ્રેમિકા છે. પિતા ગુસ્સે ભરાયા હતા અને કમરેથી પટ્ટો કાઢી જાહેરમાં જ પુત્રની ચામડી ઉતરડવા લાગ્યા હતા. ભાણાને બચાવવા મામા વચ્ચે પડતા મામાને પણ માર પડ્યો હતો. મારામારીમાં યુવકને માથાના ભાગે ઈજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેણે 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત