Team Chabuk-Gujarat Desk: કિશન ભરવાડ હત્યા કેસમાં અભિનેત્રી કંગના રનૌતે ફેસબુક પોસ્ટ દ્વારા પોતાનો મત વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ ફેસબુકમાં કિશન ભરવાનો મત લેતા લખ્યું હતું કે, ‘ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ઈશ્વરને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની પુત્રી છે. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે. આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.’
કંગના રનૌતે અંગ્રેજીમાં લખેલી પોસ્ટ
‘‘Kishan Bharwad murder was planned by a mosque and maulvi over a FB post, because he thought God did not like his post. Killing in the name of God needs to stop, we are not living in some medieval age and Govt needs to take strong action against such Killings. Kishan was hardly 27 years old and has a two months old daughter, he was asked to delete his post and apologise he did the same yet he was brutally killed by 4 men, he is nothing short of a martyr. He died for everyone’s freedom, such people are the ones who are stopping this nation from becoming Afghanistan … his widow should get pension, Om Shanti’’
અત્યાર સુધીમાં કુલ છ લોકોની ધરપકડ
ગઈકાલે કિશન ભરવાડ હત્યા કેસની તપાસ ATSને સોંપ્યા બાદ ATSની ટીમે આજે વધુ એક મૌલવીની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી ગુજરાત એટીએસે જેની અટકાયત કરી તેનું નામ મૌલાના કમરગની ઉસ્માની છે. જે ઉશ્કેરણીજનક ભાષણ આપવા માટે પંકાયેલો છે અને કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે.
કિશન ભરવાડની હત્યાની તપાસ માટે ગૃહમંત્રીએ ગુજરાત ATSને તપાસ સોંપી હતી. ATS સોશિયલ મીડિયાથી લઈને આ ઘટનાનું કોઈ પાકિસ્તાની કનેક્શન છે કે નહીં તે દિશામાં ઝીણવટપૂર્વક તપાસ કરવાની છે, તેવું ATSના DySP બી.એચ ચાવડાએ જણાવ્યું હતું.
આ પૂર્વે જિલ્લા પોલીસ દ્વારા આરોપી મહંમદ ઐયુબ યુસુબ જાવરાવાલાની ધરપકડ કરી હતી અને ગઈકાલે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ હત્યા કરનારા મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખી પોલીસે અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી હતી. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળના ભાગે જે પિસ્તોલથી ધડાકો કર્યો હતો તે અને બાઈક મૂક્યું હતું. પોલીસે તેનો કબ્જો લીધો હતો.
ધંધૂકામાં થયેલી હત્યા રાજકોટ સુધી લંબાણી હતી. રાજકોટ SOGએ કિશન ભરવાડ હત્યા કેસમાં અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યા હતા. આ આરોપીને પણ SOGએ ATSના હવાલે કરી દીધો છે. તો ગઈકાલે મોરબી બી ડિવીઝ પોલીસે આરોપી અજીમના ભાઈ વસીમને પણ પકડી પાડ્યો હતો. આ રીતે હાલ કિશન ભરવાડ હત્યા કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત