Team Chabuk- Gujarat Desk: ‘હેલ્લો, અસ્લામ વાલીકુમ, મેરા નામ આઈશા આરિફખાન. ઔર મે જો ભી કુછ કરને જા રહી હું વો મેરી મરજી સે કરને જા રહી હુ. ઈસ મે કિસિકા દૌર ઓર દબાવ નહીં હૈ. અબ બસ ક્યા કહે ? એ સમજ લીજીયે કે ખુદાકી ઝિંદગી ઈતની હોતી હૈ. ઓર મુજે ઈતની હી ઝિંદગી બહોત સુકૂનવાલી મીલી.


ઔર ડિયર ડેડ. યાર કબ તક લડેંગે અપનો સે ? કેસ વિડ્રોલ કર દો. નહીં કરના. યે આઈશા લડાઈયો કે લીએ બની નહીં. પ્યાર કરતે હૈ આરિફ સે ઉસે પરેશાન થોડી ના કરેંગે. અગર ઉસે આઝાદી ચાહીએ તો ઠીક હૈ વો આઝાદ રહે. ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મેં ખુશ હું કી મે અબ અલ્લાહ સે મિલુંગી. ઉન્હે કહુંગી કે મેરે સે ગલતી કહા રહ ગઈ ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત ભી બહુત અચ્છે મિલે પર શાયદ કહી કમી રહ ગઈ.


મુજમે યા શાયદ તકદીરમે. મે ખુશ હું. સૂકૂન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હુ કે અબ દોબારા ઈન્સાનો કી શકલ ના દિખાએ. એક ચીઝ જરૂર શીખ રહી હું. મોહબ્બત કરની હૈ તો દો તરફા કરો એક તરફા મે કુછ હાસિલ નહીં હૈ. ચલો. કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધુરી રહેતી હૈ. એ પ્યારી સી નદી. પ્રે કરતે હૈ કી એ મુજે અપને આપમે સમાલે. ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ ઝ્યાદા બખેડા મત કરના. મે હવાઓ કી તરહ હુ. બસ બહના ચાહતી હું ઔર બહેતે રહના ચાહતી હું. કીસીકે લીએ નહીં રૂકના.


મે ખુશ હું આજ કે દીન કી જો સવાલ કે જવાબ ચાહિએ થે વો મીલ ગયે ઔર મુજે જીસકો જો બતાનાથા સચ્ચાઈ વો બતા ચુકી હું બસ કાફી હું. થેક્યું. ઔર મુજે દુઆઓમે યાદ કરના ક્યા પતા જન્નત મિલે યા ના મિલે. ચલો અલવિદા.’


આ શબ્દો છે અમદાવાદની આઈશાના. 2 મિનિટ અને 4 સેકન્ડના વીડિયોમાં તેણે એટલી સંવેદના ઠાલવી કે કોઈ પણ વ્યક્તિની આંખો ભીની થઈ જાય. આત્મહત્યા પહેલાં તેણે આ વીડિયો તેના પતિને મોકલ્યો હતો. આઈશાનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તે માતા-પિતા સાથે જ રહેતી હતી. આઈશા વીડિયોમાં કહી રહી છે કે તેનો પતિ તેને લેવા નથી આવતો. ઝઘડો પૂરો જ નથી થઈ રહ્યો. એટલે આઈશાએ આ અંતિમ પગલુ ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે.
દાવો છે કે, 2018માં જ આઈશાનો પતિ તેને પિયરમાં મૂકી ગયો હતો. આઈશાનો પતિ રાજસ્થાનના ઝાલોરમાં રહે છે. 2018માં જ તે આરીફ નામના યુવક સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. પરંતુ થોડા સમયમાં જ તેના પર ત્રાસ શરૂ થઈ ગયો હોવાનો આરોપ છે.
આત્મહત્યા પહેલા આઈશાએ પોતાના માતા-પિતાને ફોન કર્યો હતો. ફોન કરીને પણ તે કહી રહી છે કે તે હવે થાકી ગઈ છે. તેના માતા-પિતા સમજાવી રહ્યા છે પરંતુ આઈશા કોઈનું સાંભળતી નથી. પિતા તેને સમજાવી રહ્યા છે કે તે ઝાલોર જશે અને તેના પતિને સમજાવશે. જો કે, બીજી તરફ આઈશા નથી માનતી અને તેના પિતાને કહે છે કે હવે બહુ મોડુ થઈ ગયું છે. એક અહેવાલ મુજબ આઈશાને નદીમાંથી બહાર કાઢી ત્યારે તેના શ્વાસ ચાલી રહ્યા હતા જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. આઈશાને બચાવી શકાઈ ન હતી.
આઈશા જે જગ્યાએ બેઠી છે તે ખોડિયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર છે. ત્યાંથી જ તેણે સંવેદનાઓ ઠાલવી હતી. અંતિમ પગલું ભરતા-ભરતા પણ તે કહી રહી છે કે તે પોતાના પતિ આરીફને બહુ પ્રેમ કરે છે. તે એવો પણ દાવો કરી રહી છે કે તેને આઝાદી જોઈએ છે તો આઝાદી આપી દઈએ. પુરાવાના આધારે પોલીસે આઈશાના પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોધ્યો છે. એવો પણ આરોપ છે કે, લગ્ન બાદ તેના સાસુ-સસરા દહેજની માગણી કરી રહ્યા હતા. આ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત