Team Chabuk-Gujarat Desk: અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત SVP હોસ્પિટલના ડોક્ટર પર મહિલાએ છેડતીનો આરોપ લગાવ્યો છે. ગાયનેક ડોક્ટરે સોનોગ્રાફી કરાવવા આવેલી મહિલાના ગુપ્તાંગમાં અડપલાં કરતાં મહિલાએ પોતાના પતિને જાણ કરી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સોનોગ્રાફી કરાવવા આવેલી મહિલાએ SVPના તબીબ વિવેક વિરુધ્ધ છેડતીનો આરોપ મુક્યો છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફિલ્મી ગીતો ગાઈને ડોક્ટર સગર્ભાને ગંદી રીતે જોવા લાગ્યો અને તપાસના બહાને મહિલા તબીબને બહાર મોકલી દઈ પોતાની વિકૃત માનસિકતા છતી કરી હતી.
મળતી માહિતી મુજબ એસવીપી હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા ગયેલી મહિલાએ પુરુષ ડોક્ટરે તેની છેડતી કર્યાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસમાં નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે, સોનોગ્રાફી દરમિયાન ડોક્ટર ગીતો ગાતા હતા અને શારીરિક અડપલાં કરતા હતા. મહિલા દોડીને બહાર ભાગી ગઈ હતી અને અન્ય ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી હતી. મહિલા દરિયાપુરની રહેવાસી છે. 32 વર્ષની મહિલાએ એસવીપી હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગના ડોકટર વિવેક વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં સગર્ભા મહિલાનો આક્ષેપ છે કે, ગર્ભમાં હલનચલન બંધ થતાં તે ગાયનેક વિભાગમાં બતાવવા આવી હતી.
ઓપીડી બંધ હોવાથી તેઓ ઈમરજન્સી વિભાગમાં ગયા હતા. અહીંથી મહિલા નર્સે તેમને ગાયનેક વિભાગમાં મોકલ્યા હતા. ડોક્ટરે સોનોગ્રાફીની શરૂઆત કર્યા પછી સાથે હાજર મહિલા ડોક્ટરને વારેવારે બહાર મોકલતા હતા અને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. જેથી મહિલા ગભરાઈ જતાં ત્યાંથી ઊભી થઈ બહાર આવી ગઈ હતી. ડોક્ટરે તેમને પૂછયું કે, ક્યાં જાવ છો? હજુ તમારી સોનોગ્રાફી કરવાની બાકી છે. પણ મહિલાએ કહ્યું હતું કે, મારે સોનોગ્રાફી નથી કરાવી? રૂમની બહાર જઈને મહિલાએ તેની સાથે આવેલી વ્યક્તિને ઘટનાની જાણ કરી હતી. તેમણે બાદમાં મહિલા તબીબ પાસે સોનોગ્રાફી કરાવી હતી. આ અંગે તેમણે પતિને જાણ કરી હતી. હોસ્પિટલે તપાસ કરાવાતા ડોક્ટરનું નામ વિવેક હોવાનું જાણવા મળતા ફરિયાદ કરાઈ હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત