Homeગુર્જર નગરીરાજકોટઃ બહેનના પ્રેમલગ્નથી નારાજ ભાઈએ બનેવીનું ઢીમ ઢાળ્યું

રાજકોટઃ બહેનના પ્રેમલગ્નથી નારાજ ભાઈએ બનેવીનું ઢીમ ઢાળ્યું

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં હત્યાના પ્રયાસનો બનાવ હત્યામાં પરિણમ્યો છે. શહેરના કુવાડવા રોડ પર આવેલા ચામુંડા નગરમાં ગત 12મી માર્ચે 27 વર્ષીય સુનિલ જાદવ નામના વ્યક્તિ પર તેના સાળા રવિ પરમાર અને રવિના મિત્રોએ હુમલો કર્યો હતો. લોખંડના પાઇપ વડે સુનિલને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. છેલ્લા ચાર દિવસથી સુનિલ સારવાર હેઠળ હતો જેણે અંતિમ શ્વાસ લીધા છે.

રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનાના કામે દાખલ થયેલ ફરિયાદમાં આઇપીસી 302નો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે.સુનિલે આરોપી રવિ પરમારની બહેન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાબત રવિ પરમારને પસંદ નહોતી. પરંતુ રવિ પરમારે પોતાની બહેન પ્રિયાને સારવાર કરાવવાના બહાને રાજકોટ ખાતે તેડી લાવ્યા હતા. ત્યારબાદ પ્રિયાને પરત ન મોકલતા મૃતક સુનિલ જાદવે રવિ પરમારને ફોન કરતાં સુનિલ જાદવને રાજકોટ બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સુનિલ જાદવે પોતાની પત્ની પ્રિયાને જામનગર લઈ જવાનું કહેતા રવિ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો. તેમજ ત્યાર બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ રવિ પરમારે પોતાના મિત્રો સાથે મળીને બંને પગમાં ફ્રેક્ચર થાય તે પ્રકારની ઈજા પહોંચાડી હતી.

સુનિલ જાદવ જામનગરના દરેડ ગામમાં રહેતો હતો. તેમજ સેન્ટીંગની મજૂરી કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. બે વર્ષ પૂર્વે તેને રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતી પ્રિયા પરમાર નામની વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.

ગત છઠ્ઠી માર્ચના રોજ પ્રિયાનો ભાઈ પ્રિયાને સારવાર અર્થેનું બહાનું કાઢી રાજકોટ લઈ ગયો હતો. પરંતુ સુનિલ જાદવ પોતાની પત્નીની ચિંતા ના કારણે ફોન કરતો હતો પરંતુ રાજકોટ કોઈ ફોન ઉપાડતો નહોતું. દરમિયાન રવિ પરમાર સાથે ફોનમાં વાત કરતા તેણે રાજકોટ આવી પ્રિયાને લઈ જવાનું કહ્યું હતું. જે બાદ રવિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

Rajkot Crime News (3)

તાજેેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments