Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ચાંદલોડિયાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ તેની 9 વર્ષની માસૂમ પૂત્રી પર એટલો ત્રાસ ગુજાર્યો કે, માસૂમની આપવીતિ સાંભળીને કોઈ પણના રૂવાડાં બેઠા થઈ જાય.
માસૂમે રડમસ આંખો સાથે તેના મામાને પોતાની આપવીતિ સંભળાવી હતી. તેણે કહ્યું કે, “કામ સરખું ન કર્યુ તો મારા પપ્પાએ ફેંટો મારી, લોખંડનો ચીપિયો ગરમ કરી ડામ આપ્યા, ઉંધી લટકાવી લોખંડની ફૂટપટ્ટીથી માથામાં માર મારતા. દીવાલે માથું પણ પછાડતા હતા. છેલ્લા ત્રણ મહિનાથી મારા પપ્પા દરરોજ મને આ રીતે મારતા હતા.” આ સમગ્ર મામલે બાળકીના મામાએ બાળકીના ક્રૂર પિતા સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માતા-પિતાના છુટાછેટા બાદ બાળકી તેના પિતા સાથે રહેતી હતી. મૂળ કડી તાલુકાના એક ગામના વ્યક્તિની બહેનના લગ્ન અમદાવાદ ચાંદલોડિયામાં રહેતા જીતુભાઈ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. પરંતુ પતિ-પત્નીને મનમેળ ન આવતાં તેમણે થોડાક વર્ષો અગાઉ છૂટાછેડા લીધા હતા. જેના લીધે બહેનની દીકરી મામા સાથે રહેતી હતી.
ત્રણેક મહિના પહેલાં કૌટુંબિક સમજૂતિથી બાળકીને તેના પિતા જીતુ રબારીને સોંપવામાં આવી હતી. જોકે, તાજેતરમાં જ ફરિયાદીના કૌટુંબિક ભાઈએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું કે, તમારી ભાણીને તેના પિતા અસહ્ય ત્રાસ આપી રહ્યા છે. જેના પગલે દીકરીના મામા અને પરિવારજનો બાળકીને લેવા ગયા હતા. જો કે, બાળકી અમદાવાદમાં ન હતી. જો કે, બાદમાં જાણવા મળ્યું હતું કે જીતુ રબારી બાળકીને લઈને ગામડે ગયો છે. જેને લઈ બાળકીના મામા અને અન્ય પરિવારજનો ગામડે પહોંચી ગયા હતા.
ગામડે જઈને બાળકીને જોતા બાળકીના મામા સહિતના પરિવારજનો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બાળકીના શરીર પર ઈજાઓ હતી. મામાએ બાળકીને ઈજાઓ અંગે પૂછતાં જ બાળકીની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા અને સમગ્ર આપવીતિ કહી હતી.બાળકીના મામાને સમગ્ર હકીકતની જાણ થતાં બાળકીની ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. હાલ આ સમગ્ર મુદ્દે મામાએ બાળકીના પિતા સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત