Homeગામનાં ચોરેચંદીગઢ યુનિવર્સિટીની 60 વિદ્યાર્થિનીઓનો નહાતી હોવાનો વીડિયો વાયરલ, 8 વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ

ચંદીગઢ યુનિવર્સિટીની 60 વિદ્યાર્થિનીઓનો નહાતી હોવાનો વીડિયો વાયરલ, 8 વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ

Team Chabuk-National Desk: પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીએ અન્ય 60 જેટલી વિદ્યાર્થિનીઓ નહાતી હોવાનો વીડિયો વાઇરલ કરી દેતા હોબાળો મચી ગયો. એટલું જ નહીં આ ઘટના બાદ 8 જેટલી વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જેમાંથી એક વિદ્યાર્થિનીની હાલત ગંભી છે. જેમનો વીડિયો વાયરલ થયો છે તે તમામ વિદ્યાર્થિનીઓ આઘાતમાં છે.

તપાસમાં સામે આવ્યું કે, આરોપી વિદ્યાર્થિનીએ વીડિયો સિમલામાં રહેતા તેના મિત્રને મોકલ્યો હતો. જે મિત્રએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. બપોરે 2.30 વાગ્યે ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે, રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસ પર પણ ગુસ્સો કર્યો હતો. તેઓએ પોલીસનો વિરોધ કર્યો હતો અને તેમનાં વાહનોમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે વીડિયો આગળ મોકલનારને કસ્ટડીમાં લીધો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, એક વિદ્યાર્થિની લાંબા સમયથી આવા વીડિયો બનાવી રહી હતી. આરોપી વિદ્યાર્થિની હિમાચલની છે અને તેનો મિત્ર પણ. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે, બંનેએ આવું શા માટે કર્યું. બીજી તરફ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓ અને પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઈ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આત્મહત્યાનો પ્રયાસ કરનારી વિદ્યાર્થિનીઓએ પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો હતો.આ તરફ પીડિત વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટી મેનેજમેન્ટ પર મામલાને દબાવી દેવાનો આરોપ લગાવ્યો છે. મામલો દબાવવાનો પ્રાયસ થતાં શનિવારે મોડી રાત્રે યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments