Homeગુર્જર નગરીરાજકોટમાં આલિશાન બંગલામાં દારૂની મહેફિલ ચાલુ હતી, મહિલાએ બહારથી તાળુ મારી...

રાજકોટમાં આલિશાન બંગલામાં દારૂની મહેફિલ ચાલુ હતી, મહિલાએ બહારથી તાળુ મારી પોલીસ બોલાવી, જાણો પછી શું થયું ?

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. શહેરના તિરુપતિ નગરમાં દારુની મહેફીલ પર મહિલાઓએ દરોડા પાડી પોલીસને જાણ કરી હતી. રાજકોટના તિરુપતિ નગરમાં ચાલતી દારૂની મહેફિલથી પરેશાન મહિલાઓ જ રણચંડી બની ગઇ અને દારુની પાર્ટી કરતા શખ્સોને સોસાયટીની મહિલાઓએ રૂમમાં પુરી દીધા અને બાદ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગઇ અને દારૂ પીતા તમામ નબીરાને પોલીસને હવાલે કરી દીધા હતા. પોલીસે દારુની બોટલ સહિતનો મુદ્દામાલ કબજો કર્યો છે.

ગાંધીગ્રામ પોલીસ સમક્ષ મહિલાઓએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, આ અસામાજિક તત્વો દારૂ પીધા બાદ ખરાબ વર્તન કરીને સમગ્ર વિસ્તારમાં અને સોસાયટીમાં આતંક ફેલાવે છે. પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી. 8થી વધુ શખ્સ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જો કે પોલીસ આવતા જ 3થી 4 શખ્સ ભાગી ગયાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. 8 મહિનાથી આ શખ્સો દારૂ પીને ખેલ કરી એરગનમાંથી ફાયરિંગ કરતા હોવાનો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે. પોલીસે 3 શખ્સની ધરપકડ કરી રિક્ષામાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

આ શખ્સો સોસાયટીમાં અવારનવાર દારૂ પીવા આવતા હતા. સોસાયટીની મહિલાઓ આજે આકરા પાણીએ થઈ હતી. દારૂની પાર્ટી કરતા શખ્સોને તેના જ ઘરમાં પૂરી બહારથી મહિલાઓએ તાળું મારી દીધું હતું. બાદમાં પોલીસને જાણ કરાતાં ગાંધીગ્રામ પોલીસ દોડી આવી હતી. પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મકાન માલિકે જણાવ્યું હતું કે, બહેનોને તકલીફ પડતી હતી એટલે હવે અમે આવું નહીં કરીએ. મિત્રો આવતા હતા તેને હવે આવવા નહીં દઉં.

સ્થાનિક મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બધા રીતસરની​ બોટલો લઈને આવે છે. કાળા ઝભલામાં બોટલો લઈને આવે છે. પછી બધા દારૂ પીને રાતના 2 વાગ્યે મોટા અવાજે સ્પીકર વગાડે છે. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, રાતે પાર્ટી કરી ખોટેખોટા એરગનમાંથી ફાયરિંગ કરે છે. અમને ડરાવવા માટે આવું કરે છે. પોલીસ પણ થાકી ગઈ છે. પોલીસ કહે છે કે, અમે કેટલીવાર પકડી જઈએ. દારૂના કેસમાં મોટો ગુનો લાગુ પડતો નથી એટલે તે પણ થોડા દિવસમાં છોડી દે છે. દારૂ આ લોકો ક્યાંથી લઈ આવે છે એ ખબર નથી. ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ ક્યાંથી આવે છે એ ખબર પડતી નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments