Homeગુર્જર નગરીપેરા ગ્લાઈડિંગ દરમિયાન નીચે પટકાતા કોરિયન યુવકનું મોત

પેરા ગ્લાઈડિંગ દરમિયાન નીચે પટકાતા કોરિયન યુવકનું મોત

Team Chabuk-Gujarat Desk: કડી તાલુકાના ધરમપુર ગામે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરાયું હતું. જેમાં વડોદરાના બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં આમંત્રણ પાઠવ્યું હતું. જેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા. પરંતુ ગઈકાલે વિસતપુરા ગામ ખાતે ટ્રાયલ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક પેરાશૂટ તૂટી ગયું હતું. જેથી કોરિયન ગામની અંદર આવેલી હાઈસ્કૂલની પાછળ નીચે પટકાયો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ધરમપુર ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેસ કરતા બિઝનેસમેને સાઉથ કોરિયનના બે મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું. જે આમંત્રણને માન આપીને બે કોરિયન ભારત દેશ આવ્યા હતા અને વિસતપુરા ખાતે રોકાયા હતા. આજે ધરમપુર ખાતે યોજાયેલા ષષ્ટિપૂર્તિ કાર્યક્રમની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરિયનથી આવેલા બે લોકો દ્વારા પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાની હતી.

આ બંને કોરિયન લોકોએ ગઈકાલે ધરમપુરથી વિસતપુરા સુધી પેરાશૂટથી ટ્રાય માર્યો હતો. જે દરમિયાન ગઈકાલે સાંજના સમયે બંને કોરિયન પેરાશૂટથી ટ્રાય મારી રહ્યા હતા. જેમાંથી એક 50 વર્ષીય કોરિયન SHIN BYEONGMOOAN દ્વારા વિસતપુરા ગામે ટ્રાય મારવાનું ચાલુ હતું, જે દરમિયાન અચાનક કોઈ કારણોસર પેરાશૂટ ક્રેક થઈ જતાં જમીન ઉપર પછડાયું હતું. પછડાતાંની સાથે જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિસતપુરા ગામની હાઈસ્કૂલની પાછળ ખુલ્લા મેદાનમાં પછડાતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કોરિયનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

કોરિયન દેશથી આપણા દેશની અંદર આમંત્રણને માન આપીને બે લોકો આવ્યા હતા અને ધરમપુર ખાતે યોજાયેલા કાર્યક્રમની અંદર તિરંગા યાત્રામાં પુષ્પવર્ષા કરવાના હતા. જે દરમિયાન એક કોરિયન પેરાશૂટ ઉડાડતી વખતે નીચે પટકાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યાં ઘટનાની જાણ કડી પોલીસને થતાં કડી પોલીસે તપાસ શરૂ કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments