Homeગુર્જર નગરીરાજકોટમાં બુટલેગરનો નવો કિમીયો, લીલા ચણાની આડમાં દારૂની હેરાફેરી

રાજકોટમાં બુટલેગરનો નવો કિમીયો, લીલા ચણાની આડમાં દારૂની હેરાફેરી

Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં દારૂની હેરાફેરી બેફામ થઈ રહી છે. તંત્રના નાક નીચે દારૂનો વેપલો ચાલી રહ્યો છે. જો કે ઘણી વખત પોલીસના ડરના કારણે બુટલેગરો દારૂની હેરાફેરીમાં નીતનવા કિમીયા અજમાવતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ એક બુટલેગરે દારૂની હેરાફેરી માટે એક નવો નુસ્ખો અપનાવ્યો હતો. પરંતું બુટલેગરનો આ કિમીયો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.

રાજકોટ શહેરમાં ભકિતનગર પોલીસે લીલા ચણાની આડમાં દારૂની હેરાફેરી કરતા બોલેરો ચાલકની ધરપકડ કરી છે. પોલીસે અલગ બ્રાન્ડની 540 નંગ દારૂની બોટલ અને બોલરે સહિત કુલ રૂ.5.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..

હાલ બજારમાં લીલા ચણાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટમાં એક ચાલાક બુટલેગરે લીલા ચણાની આડમાં પીકઅપ વાનમાં દારૂની 540 બોટલો છુપાવી હતી અને એક ડ્રાઈવરને આ દારૂનો જથ્થો જે-તે જગ્યાએ પહોંચાડવા મોકલ્યો હતો. જોકે આ હેરાફેરી સફળ થાય તે પહેલાં જ મુદ્દામાલ સાથે રાજકોટ પોલીસે આ દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો છે.

રાજકોટની ભકિતનગર પોલીસે 80 ફુટ રોડ સીતારામ સોસાયટી મેઇન રોડ ખાતેથી બોલેરો પીકઅપ અને દારૂનો જથ્થો મળી 5.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રાજસ્થાની બોલેરો ચાલક અમ્રિતલાલા ગણપતલાલ નૈન બીશ્નોઈ(ઉ.વ. 22, તેત્રોલ, ચિતલવાના, રાજસ્થાન)ની ધરપકડ કરી છે અને દારૂ મોકલનાર બુટલેગર, અને કોણે મંગાવ્યો હતો? તેની શોધખોળ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments