Homeગુર્જર નગરીતસવીરો: ઉપરકોટના કિલ્લામાંથી ઝાડી ઝાંખરા હટતા શું શું દેખાયું તે જોઈ લો...

તસવીરો: ઉપરકોટના કિલ્લામાંથી ઝાડી ઝાંખરા હટતા શું શું દેખાયું તે જોઈ લો…

Team Chabuk-Gujarat Desk: હાલ ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધારની કામગીરી ચાલી રહી છે. આજથી વર્ષો પૂર્વે નજર કરો તો ઉપરકોટનો કિલ્લો કોઈ ખંડેર હોય એવો લાગતો હતો. આજથી વર્ષો પૂર્વે પણ જવાની જરૂર નથી. બસ જૂનાગઢની કોઈ વ્યક્તિને એક દાયકા પહેલાની જ ઉપરકોટની સ્થિતિ વિશે પૂછી લો.

Uparkot

હવે ઉપરકોટના કિલ્લામાંથી ઝાડી અને ઝાંખરા હટતા અવનવી વસ્તુઓ પણ દેખાઈ રહી છે. આ વખતે ઝાડી ઝાંખરા હટતા બ્રાહ્મી લિપિમાં લખાયેલું લખાણ, પંજાના નિશાન સહિતની વસ્તુઓ જોવા મળી છે. જેણે શહેરીજનો અને ઈતિહાસકારોમાં કૂતુહલ પેદા કર્યું છે.

Uparkot

અડીકીડીની વાવ અને નવઘણ કૂવાની નજીકના વિસ્તારમાં, ખોડિયાર મંદિર પાસે એક મોટો દરવાજો હતો. આ દરવાજાની ઝાંખી પણ હવે છેક થઈ છે. આ દરવાજા ઉપર પહેલા ઝાડી અને ઝાંખરાનું વર્ચસ્વ હતું. રાંગ તૂટી જવાના કારણે આ દરવાજો બંધ થઈ ગયો હતો. આ દરવાજો કિલ્લાની બહાર ભરડાવાવ સાઇડેથી જોતાં દેખાતો નથી એ પણ ઉપરકોટની એક ખુબી કહી શકાય.

Uparkot

હવે જ્યારે જૂનાગઢના ઉપરકોટના કિલ્લાના દર્શન કરનારા જૂના જોગીઓ પાછા જશે ત્યારે તેમને ઉપરકોટમાં કેટલીક નવી વસ્તુઓ પણ દેખાશે. આશ્ચર્ય સાથે ઉપરકોટના કિલ્લામાં ધરબાઈને પડેલો એક નવો ઈતિહાસ સામે આવ્યો છે.

Uparkot

જૂનાગઢનો ગરવો ગિરનાર આવા કેટલાય રહસ્યો લઈને બેઠો છે. આઝાદી બાદ ઉપરકોટના કિલ્લાનું યોગ્ય રીતે સંવર્ધન અને સંશોધનની આવશ્યકતા હતી પણ એ હવે છેક થઈ રહ્યું છે. હવે એ દિશામાં યોગ્ય રીતે કામ થાય તે સમયની માગ છે. ઉપરકોટના કિલ્લાનું જીર્ણોદ્ધાર થયા બાદ જે સામે આવશે તે તેને હેરિટેજમાં સ્થાન અપાવવાની પૂરી શક્તિ ધરાવે છે, એ વાતમાં જરા પણ અતિશ્યોક્તિ નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments