Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં અતિવૃષ્ટી જેવો માહોલ ચાલી રહ્યો છે. ગઈકાલ મોડી રાત્રે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ ચોમાસુ અનરાધાર વરસી રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની સાથે લો પ્રેશર પણ કારણભૂત છે. જોકે હવે એક નવા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદને લઈ 6 જિલ્લાઓમાં ઓરેન્જ જ્યારે 20 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુલાબ વાવાઝોડું ઓરિસ્સાના કાંઢે અથડાયા બાદ નબળું પડ્યું અને અરબ સાગર તરફ ફંટાયું. જેથી તેની ચિંતાનું ચિત્ર તો ભૂંસાયું પણ આ વર્ષ વાવાઝોડાનું વર્ષ હોય એવું લાગે છે. આ વર્ષે તાઉતે, ગુલાબ બાદ હવે ગુજરાત પર શાહીન વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે.

શાહીનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરબ સાગરમાં શાહીન વાવાઝોડાની તોફાની સવારી આવી રહી હોવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. વહીવટી તંત્ર દ્વારા દરિયા કાંઠાના લોકોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા શાહીન વાવાઝોડા અંગે માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, ગુલાબ વાવાઝોડું ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયા બાદ તેની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં શાહીનનું સર્જન થયું છે. આવતીકાલે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ ડિપ ડિપ્રેશનનો ઉદ્દભવ થશે અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં એ ટકરાય શકે છે. આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તિના જણાવ્યા પ્રમાણે, ગુજરાત પર શાહીન વાવાઝોડાની આફત મંડરાય રહી છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે છ કલાકની અંદર અંદર લો પ્રેશર બની જશે. શાહીનના કારણે જ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ત્રણ દિવસ સુધી આ વરસાદી માહોલ કાયમ રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત