Homeગુર્જર નગરીઉનામાં માઈનિંગ માફિયાઓએ સરકારી અને ગૌચરની જમીનને બંજર બનાવી નાખ્યાનો આરોપ

ઉનામાં માઈનિંગ માફિયાઓએ સરકારી અને ગૌચરની જમીનને બંજર બનાવી નાખ્યાનો આરોપ

શૈલેષ નાઘેરા: ગીર સોમનાથના ઊના તાલુકામાં ફરી માઈનિંગ માફિયાઓ બેફામ બન્યા છે. તાલુકના ઉમેજ ગામના સરવે નંબર ૧૨૫ પૈ-૨ પૈ-૧ની જમીનમાં ગામનું તળાવ આવેલું છે. આ તળાવમાંથી માટી કાઢવા માટે નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ પેટા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે પરંતુ ખોદકામ કરી માટીની જગ્યાએ જમીનમાંથી માઇનિંગ કાઢવામાં આવી રહ્યું હતું અને રાજુલા જાફરાબાદની સિમેન્ટ કંપનીઓમાં અન્ય જિલ્લાની રોયલ્ટી પાસ લઈ સપ્લાય કરવામાં આવતું હતું. એટલું જ નહીં ખોદકામ માટે એક જ જેસીબી મશીનના નંબર નોંધાયેલ છે પરંતુ ખોદકામ ત્રણ જેસીબીથી થઈ રહ્યું હતું. આ તમામ બાબતોની જાણ ઉનાના મામલતદારને જાણ થતાં તેમણે તાત્કાલિક કામ બંધ કરાવી ગીર સોમનાથ જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

ઊના મામલતદારને કેવી રીતે જાણ થઈ ?

ઉમેજ ગામમાં સુલજલામ સુફલામ યોજના હેઠળ તળાવમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જેમાં માટીની જગ્યાએ માઈનિંગ નીકળતાં સ્થાનિકોએ ઊના મામલતદારને જાણ કરી હતી જે બાદ મામલતદાર ખુદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરી હતી.

સૂત્રોનું માનીએ તો માઈનિંગ કાઢનારા ઉના તાલુકાના મોટા માઈનિંગ માફિયા અને રાજકીય વગ ધરાવતા લોકો છે. આ ઉપરાંત તેમની ખાણ ખનીજના અધિકારી સાથે પણ સારા સંબંધો હોવાની ચર્ચા છે. આ સર્વે નંબરવાળા તળાવમાંથી માઇનિંગ કાઢવામાં આવતું હોય તેથી ઉના મામલતદાર દ્વારા તપાસ કરાતા માટીકામની પરમીટ બતાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

આ માઈનિંગ માફિયાએ ઉના, ગીર ગઢડા તાલુકાની અનેક સરકારી તેમજ ગૌચરની જમીનોમાંથી માઈનિંગ ચોરી કરી આસપાસની જગ્યાઓને બંજર બનાવી નાખી છે. આ માઈનિંગ ચોર અન્ય જિલ્લાના રોયલ્ટી પાસ લઈ ઉના, ગીર ગઢડા તાલુકાની હદમાંથી માઈનિંગ ચોરી કરી સિમેન્ટ કંપનીઓમાં સપ્લાય કરી રહ્યો હોવાનો આરોપ છે.

આરોપ છે કે, જે માઈનિંગ માફિયા આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યો છે તેણે માઈનિંગના કાળા રૂપિયે જ જલ્સા કરી રહ્યો છે. દાવો છે કે, એક સમયે તે માત્ર એક સામાન્ય ટ્રેક્ટર ડ્રાઈવર હતો જો કે, આજે તેની પાસે કરોડો રૂપિયાના વાહનો અને મોંઘીદાટ કાર તેમજ વૈભવી બંગલા છે. આ ઉપરાંત તેની પાસે કરોડો રૂપિયાની જમીન પણ છે. જો આ કેસમાં ઉચ્ચ અધિકારીઓ પારદર્શક તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments