Homeદે ઘુમા કેબ્રેટ લીએ ભારતને કોરોના સંકટમાં કરી આ મોટી મદદ, કહ્યું, 'ભારત મારું...

બ્રેટ લીએ ભારતને કોરોના સંકટમાં કરી આ મોટી મદદ, કહ્યું, ‘ભારત મારું બીજું ઘર છે’

Team Chabuk-Sports Desk: કોરોના વાઇરસની બીજી લહેરના કારણે ભારત દેશ હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસના કારણે હાહાકાર મચેલો છે. આવા મુસીબતના સમયમાં ઘણા દેશો અને સેલિબ્રિટીઓ ભારતની મદદે પણ આગળ આવી રહી છે. અનેક દેશો ભારતને ઓક્સિજનની મદદ પૂરી પાડી રહી છે. તો ઘણા સેલિબ્રિટીઓ આર્થિક મદદ પણ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેટ લીએ ભારતને આ કપરા સમયમાં આર્થિક સહયોગ આપવાની જાહેરાત કરી છે.

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સે પીએમ કેર ફંડમાં આપેલા દાનથી પ્રભાવિત થઈને ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર બ્રેટ લીએ પણ કોવિડ-19 મહામારી સામે લડી રહેલા ભારતને એક બિટકોઈનનું દાન આપવાની જાહેરાત કરી છે. બ્રેટ લીએ ભારતને એક બિટકોઈન એટલે કે આશરે 40 લાખ રૂપિયા દાન કર્યા છે.

બ્રેટ લીએ ટ્વિટર પર એક પોસ્ટ મૂકી હતી અને એક બીટકોઈન આપવાની જાહેરાત કરી હતી. બ્રેટ લીએ ટ્વિટર પર મૂકેલી આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, હું આ મહામારીમાં લડી રહેલા લોકોને જોઈને ખૂબ જ દુઃખી છું. હું આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એક બીટીસી (આશરે 40 લાખ રૂપિયા) એટલે કે ક્રિપ્ટો કરન્સી બિટકોઈન દાન કરવા માગું છું. જેનાથી દેશની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત દૂર કરવામાં મદદરૂપ થશે.

બ્રેટ લીએ એમ પણ કહ્યું કે, ભારત હંમેશા મારા માટે બીજું ઘર છે. મને અહીંના લોકો તરફથી પ્રોફેશન કેરિયર દરમિયાન ખૂબ પ્રેમ મળ્યો છે. નિવૃત્ત થયા પછી પણ અહીંના લોકો તરફથી મને પ્રેમ મળ્યો છે તેથી મારા દિલમાં તેઓ માટે એક ખાસ જગ્યા છે. બ્રેટ લીએ ટ્વિટર પર કરેલી આ પોસ્ટ પર વેલ ડન પેટ કમિન્સ લખ્યું હતું અને ત્યારબાદ 1 બિટકોઈન દાન કરવાની જાહેરાત કરી હતી.

બ્રેટ લીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, આ સમય એક થઈને આપણાથી જેટલી જરૂરિયાતમંદોની મદદ થઈ શકે તેટલી મદદ કરવાનો છે. હું તમામ ફ્રન્ટલાઈન કર્મચારીઓને અભિનંદન આપું છું જે આ મુશ્કેલ સમયમાં કામ કરી રહ્યા છે. હું તમામ લોકોને આગ્રહ કરું છું કે તેઓ પોતાનું ધ્યાન રાખે, ઘરમાં રહે, હાથ ધોતા રહે અને જરૂર હોય તો જ બહાર નીકળે. માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે. ખૂબ જ સરસ પેટ કમિન્સ, તે ગઈકાલે જે પહેલ કરી તે માટે.

મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર અને હાલ આઈપીએલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહેલા પેટ કમિન્સે સોમવારે ભારતને 50 હજાર ડોલર દાન આપવાની જાહેરાત કરી હતી. કોવિડ-19 હોસ્પિટલોમાં ઓક્સિજનની સપ્લાય માટે પીએમ કેર ફંડમાં પેટ કમિન્સે 50 હજાર ડોલર એટલે કે આશરે 37 લાખ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી હતી.

ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ અને બ્રે લીએ ભારતને મુશ્કેલીના સમયે મદદ કરી છે. હાલ બન્ને ખેલાડીઓ ભારતમાં જ છે. પેટ કમિન્સ આઈપીએલમાં રમી રહ્યો છે જ્યારે બ્રેટ લી આઈપીએલની કોમેન્ટ્રી પેનલમાં ભાગ લઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડીની વધી મુશ્કેલી

ભારતમાં હાલ આઈપીએલ ચાલી રહી છે. આઈપીએલમાં અનેક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ભાગ લઈ રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કરેલી એક જાહેરાતથી ઓસ્ટ્રેલિયાન ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે, આઈપીએલમાં ભાગ લઈ રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ દેશમાં પરત ફરવા માટેની વ્યવસ્થા જાતે કરવી પડશે. તેઓ પોતાની અંગત યાત્રાએ ગયા છે. તેઓ ઓસ્ટ્રેલિયા તરફથી નથી ગયા. તેથી મને આશા છે કે તેઓ પોતાની વ્યવસ્થાના આધારે ઓસ્ટ્રિલિયા પરત ફરશે. મહત્વનું છે કે ગત દિવસોમાં ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવતી તમામ ફ્લાઈટો પર 15 મે સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments