Homeગુર્જર નગરીહવે ટ્રાફિક નિયમનો ભંગ કરનારને આ વધારાનો બોજ સહન કરવાનો વારો આવશે

હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનારને આ વધારાનો બોજ સહન કરવાનો વારો આવશે

Team Chabuk-Gujarat-Desk : ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને આગામી સમયમાં ઝટકો લાગી શકે છે. દંડની સાથે આવા લાકોને વધુ પ્રિમિયમનો બોજ પણ સહન કરવો પડી શકે છે. મોટા ભાગના અકસ્માત ટ્રાફિકના નિયમોનું ભંગ કરવા બદલ જ થતાં હોય છે. જેમાં ઓવર સ્પીડથી લઈને અન્ય નિયમો પણ સામેલ છે. જો તમામ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થઈ જાય તો અકસ્માત ઘટી શકે છે.

જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે તેમને આગામી સમયમાં ઓટો ઈન્સ્યોરન્સ માટે વધુ પ્રિમિયમ ભરવું પડી શકે છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલારિટી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ના એક વર્કિંગ ગૃપે ટ્રાફિક વાયોલેશન પ્રિમિયમનું સૂચન આપ્યું છે.  હાલ અમેરિકા, બ્રિટન સહિતના કેટલાય યુરોપિય દેશોમાં વાહનચાલકોનો ક્રેડિટ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. આ આધારે જ તેમના વીમાના હપ્તા નક્કી કરવામાં આવે છે. વર્કિંગ ગૃપે કહ્યું છે કે, મોટર ઈન્સ્યોરન્સના પાંચમા સેક્શનને બદલી ટ્રાફિક વાયોલેશન પ્રીમિયમ કરવામાં આવે.

ઈન્સ્યોરન્સ રેગ્યુલારિટી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ને વર્કિંગ ગૃપ તરફથી મળેલી ભલામણો મુદ્દે તેણે સંબંધિત પક્ષો પાસેથી 1 ફેબ્રુઆરી સુધી મંતવ્યો મંગાવ્યા છે.

અકસ્માત ઘટાડવા મુદ્દે 2020માં મોટર વ્હીકલ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક સાથે જોડાયેલા દંડની રકમ વધારી દેવાઈ હતી. વર્ષ 2020માં શરૂઆતના 6 મહિનામાં માર્ગ અકસ્માતમાં 35 ટકા ઘટાડો નોંધાયો. દેશમાં સરકારી ચોપડે જાન્યુઆરીથી જૂન 2020 સુધીમાં 1 લાખ 60 હજાર માર્ગ અકસ્માત નોંધાયા છે. જે 2019માં નોંધાયેલા માર્ગ અકસ્માત કરતા 35 ટકા ઓછા છે. નિષ્ણાતોનું માનવું છે કે, 2020માં માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાવાનું કારણ લોકડાઉન છે.

અકસ્માતોના 2014થી 2019 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, જાન્યુઆરી 2014થી જૂન 2019 સુધીમાં ભારતમાં સરેરાશ 2 લાખ 48 હજાર માર્ગ અકસ્માત થયા છે. માર્ગ અને પરિવહન મંત્રાલયે આ આંકડાઓ જાહેર કર્યા હતા.

કેન્દ્ર સરકારે 2025 સુધીમાં માર્ગ અકસ્માત ઘટાડીને અડધા કરી દેવાનો સંકલ્પ લીધો છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે કહ્યું હતું કે, માર્ગ સડક સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવા માટે ત્રણ દિવસ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાવો જોઈએ. તેમણે સ્વીડનનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, સ્વીડનમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવાઈ છે. સડક સુરક્ષા મુદ્દે જાગૃતતા લાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થવો જોઈએ.

નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ભારતમાં રોજ 30 કિલોમીટર રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે. જે મહામારીના સમયમાં એક મોટી સિદ્ધી છે. નીતિન ગડકરીએ રાજ્ય સરકારોને આહ્વાન કર્યું છે કે, સરકાર લોકોને માર્ગ પર સુરક્ષિત રહેવા માટે પ્રોત્સાહિત કરે અને આ કામમાં સ્વયંસેવી સંગઠનોને સામેલ કરે.

ગુજરાતમાં ટ્રાફિકના નિયમો શું છે જાણી લો

  • હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડની રકમ રૂ. 500
  • ટૂ-વ્હિલરમાં પાછળ બેસનારી વ્યક્તિને હેલમેટ પહેરવું જરૂરી નથી
  • લાયસન્સ, વીમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ
  • ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ
  • અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000 દંડ
  • સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 રૂપિયા દંડ
  • કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000 દંડ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments