Team Chabuk-Gujarat Desk: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે.મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કરતા રૂ.૩૬ લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, બી.જે. મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓના અમેરિકા સ્થિત એલ્યુમ્ની એસોસિએશન દ્વારા આ ડોનેશન કરવામાં આવ્યું છે.
તદ્ઉપરાંત અશોકભાઇ અને સત્પાલભાઇ મિગલાની બંધુઓ દ્રારા માતૃશ્રીની સ્મૃતિમાં એક ડિજીટલ એક્સ-રે મશીન તેમજ જે.એમ. ફાઇનાન્સ લિમિટેડ કંપની દ્વારા પણ સિવિલ હોસ્પિટલમાં ડિજિટેલ એક્સ-રે મશીન ડોનેટ કરવામાં આવ્યાં છે.
આમ સિવિલ હોસ્પિટલમાં પૂર્વ વિદ્યાર્થીઓના ફંડ મારફતે અને કંપનીઓ દ્વારા સી.એસ.આર. પ્રવૃતિ અંતર્ગત અંદાજિત રૂ. ૧.૦૮ કરોડની રકમનાં ૩ ડિજિટલ એક્સ-રે મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે. ડોનેશનમાં મળેલા નવીન અત્યાધુનિક ડિજિટલ એક્સ રે મશીનને સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી., ટ્રોમા સેન્ટર અને જી-1 એક્સ રે સેન્ટરમાં કાર્યરત કરવામાં આવ્યાં છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સધન અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ ખભે ખભો મિલાવી મદદરૂપ બની રહી છે. સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉમદા હેતુથી વિવિધ કંપનીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દીકલ્યાણના હેતુથી સિવિલ હોસ્પિટલમાં વિવિધ ઉપકરણો અને સુવિધાઓમાં વધારો કરવા ડોનેશન કરવામાં આવ્યું છે. જેના પરિણામે દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે. એક્સ-રે રિપોર્ટ જરૂરી હોય એવા દર્દીઓનો ધસારો જોતા નવીન એક્સ-રે મશીન કાર્યરત થવાથી દર્દીઓને ત્વરિત પરિમાણ ઉપલબ્ધ બનશે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત