Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના પાલનપુરના એક કોમ્પલેક્સમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. બે મિત્રો મજાક-મજાકમાં બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાતા એક મિત્રનું મોત થયું. જ્યારે બીજા મિત્રને ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
પાલનપુર હાઈવે ઉપર ખાનગી કોમ્પલેક્ષ પરથી રવિવારે બે યુવકો પટકાયા હતા. જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક મિત્ર બીજા મિત્ર સાથે રેલિંગ પર બેઠેલા હતા મિત્ર સાથે બીજા મિત્ર મસ્તી કરવા જતા બંને મિત્રો રેલિંગ પરથી નીચે પટકાયા હતા. જેમાં એક મિત્ર ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બીજા મિત્ર ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વીડિયોમાં જે લાલ રંગનો શર્ટ પહેરેલો વ્યક્તિ જોવા મળે છે તેનું આ દુર્ઘટનામાં મોત થયું છે. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. હાલ અન્ય યુવક સારવાર હેઠળ છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ નેશનલ હાઈવે પર એક કોમ્પ્લેક્સના ત્રીજા માળ પરથી બે યુવકો નીચે પટકાયા હતા. જેના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. સીસીટીવી વીડિયોમાં જોઈએ તો એક મિત્ર કોમ્પ્લેક્સની રેલિંગ પર બેઠેલો છે જ્યારે અન્ય બીજો મિત્ર તેની સાથે મસ્તી કરવા જતાં બંનેએ નીચે લટકીજતાં બંને ત્રણ માળની કોમ્પ્લેક્સ પરથી નીચે પટકાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત