Team Chabuk-Gujarat Desk: આજથી અમરનાથની યાત્રાનો શુભારંભ થયો છે. 30 જૂને પહેલાં તબક્કામાં ભક્તો રવાના થયા હતા. જે આજે બાબા બર્ફાનીના દર્શન કરશે. અમરનાથની યાત્રાનું સમાપન 31 ઓગસ્ટ શ્રાવણ પૂર્ણિમાના દિવસે થશે.
શિવભક્તો ભક્તો દર વર્ષે લોકો જમ્મુ-કાશ્મીરમાં હિમાલય પર સ્થિત અમરનાથની પવિત્ર ગુફામાં બનતા શિવલિંગના દર્શને જાય છે. જે બાબા બર્ફાની તરીકે પણ ઓળખાય છે.
યાત્રા માટે બેઝ કેમ્પથી 3,488 યાત્રીઓને મોકલાયા છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાના બંને માર્ગો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમરનાથ યાત્રામાં સુરક્ષાની જવાબદારી સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવી છે.

આ વખતે સલામત અને સરળ યાત્રા માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીંના વાહનો પણ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન લગાવવામાં આવ્યા છે. ઉપરાંત અહીં આવનાર તમામ મુસાફરોને ટેગ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોના લોકેશન વિશે જાણી શકાશે.
#WATCH | Amarnath Yatra 2023: First batch of pilgrims begin yatra from Baltal base camp in Ganderbal, J&K to Amarnath Cave. pic.twitter.com/L4AUwjfGYU
— ANI (@ANI) July 1, 2023
આ વર્ષે અમરનાથ બાબા, માતા પાર્વતી અને પુત્ર ગણેશ પવિત્ર ગુફામાં પૂર્ણ કદમાં દેખાયા છે. અમરનાથ શ્રાઈન બોર્ડના આદેશ અનુસાર બંને માર્ગોથી દરરોજ 15000 શ્રદ્ધાળુઓને ગુફામાં દર્શન માટે જવાની મંજૂરી આપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત