Team Chabuk-Gujarat Desk: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય (biparjoy) વાવાઝોડા અંગે મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે શક્યતા વ્યત્ક કરી છે કે વાવાઝોડું આક્રમક અને તોફાની હશે. અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. જેના કારણે તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. તેમણે નક્ષત્રોની વાત કરીને દરિયામાં પવનો બદલાતા હોવાનું પણ જણાવ્યું છે.
જો વાવાઝોડું ઓમાન તરફ જાય તો તેની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. વાવાઝોડાના ટ્રેકને સમજવું સહેલું ના હોવાનું પણ તેઓ કહે છે. જો વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ તેની અસર ગુજરાત પર થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જો બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ તેની અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થઈ શકે છે, અને અહીં અતિભારે વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાત સિવાય મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધ્યા બાદ કેરળમાં વરસાદ થશે. અટકી ગયેલા ચોમાસા અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7, 8 અને 9 તારીખ દરમિયાન કેરળ કાંઠે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તેમણે આગામી સમયના હવામાન અંગે વાત કરીને જે સંભાવનાઓ વ્યક્ત કરી તે પછી તેમણે હવામાન વિભાગ આ મામલે વધુ સચોટ આગાહી કરી શકે છે તેમ પણ જણાવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
