Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા વૃદ્ધાને બંધક બનાવી લાખો રૂપિયા અને ઘરેણાની લૂંટની ઘટના મામલે પોલીસે નેપાળી મહિલા સહિત બેની ધરપકડ કરી લીધી છે. કામવાળી નેપાળી મહિલા અને તેના એક સાગરિતની પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી લીધી છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા કોહીનુર એપોર્ટમેન્ટમાં ઘરઘાટી એટલે કે કામવાળી નેપાળી મહિલાએ સાગરીત સાથે મળીને ફ્લેટ ધારક વૃદ્ધાને બંધક બનાવી તેના પુત્રને બેભાન કરીને 3 લાખ રોકડ અને સોનાના ઘરેણાની લૂંટ ચલાવી હતી. ત્યારે આ કેસને રાજકોટ પોલીસે 36 કલાકની અંદર જ ઉકેલી નાખ્યો છે. નેપાળી યુગલ નાસી છૂટે તે પહેલા જ પોલીસે બન્નેને જૂનાગઢમાંથી ઝડપી લીધા છે અને રાજકોટ લવાયા છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ નજીકના કોહિનુર એપાર્ટમેન્ટમાં રહેતા કન્સ્ટ્રક્શનના ધંધાર્થી રાજેન્દ્રભાઈ અનડકટના પત્ની ઉર્વશીબેન (ઉ.વ.63)એ ચાર માસ પહેલા ફલેટમાં કામકાજ માટે સુશીલા નેપાળી નામની મહિલાને ઘરઘાટી તરીકે 6000ના પગારે રાખી હતી. આ કામવાળી જાણે મોકો જ જોઈ રહી હોય તેમ રાજેન્દ્રભાઈ કામ અર્થે મુંબઈ ગયા હતા. પુત્રવધૂ બન્ને બાળકો સાથે પીયરમાં ગઈ હતી. ઘરે માતા-પુત્ર ઉર્વશીબેન અને અસીમ બન્ને જ ઘરમાં હતા. ત્યારે ગત સોમવારે બપોરના સમયે માતા-પુત્ર જમીને સુઈ જતાં મોકો મળતા સુશીલાએ સાગરીતને ફલેટ પર બોલાવ્યો હતો. નેપાળી યુગલ રૂમમાં કબાટના ડ્રોવર તોડી રહ્યું હતું અને લાઈટ થતાં વૃદ્ધા ઉર્વશીબેન જાગી ગયા હતા. લૂંટારૂ યુગલે ઉર્વશીબેનને માર મારી બેડરૂમમાં બાંધી દીધા હતા, મોં પર ડૂચો દઈ દીધો હતો. જયારે સિટીંગ રૂમમાં સૂતેલા પુત્રને પણ કોઈ ઘેની પદાર્થ સૂંઘાડીને બેશૂધ્ધ બનાવી દીધો હતો અને નેપાળી યુગલ બન્ને રૂમના કબાટમાંથી ત્રણ લાખની રોકડ અને સોનાના ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયું હતું.
ઘટનાના પગલે ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના ફલેટ પર દોડી ગયા હતા અને લૂંટનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી, યુનિવર્સિટી પોલીસની અલગ અલગ ટીમોને દોડતી કરાઈ હતી. નેપાળી મહિલા અને તેના સાગરીતને દબોચવા અલગ અલગ ટીમો કામે લાગી હતી. છેલ્લુ લોકેશન ગોંડલ રોડ ચોકડીએ મળ્યું હતું. ત્યાંથી વાહનમાં જૂનાગઢ ભાગ્યાની કડી મળતા ગત રાત્રે જ રાજકોટ પોલીસની ટીમે જૂનાગઢ પહોંચી હતી. જ્યાંથી ત્રણ શખસોની અટકાયત કરવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
