Homeગુર્જર નગરીbiparjoy: વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની ભયાનક આગાહી, પાછલા વર્ષોમાં ન જોયું હોય...

biparjoy: વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની ભયાનક આગાહી, પાછલા વર્ષોમાં ન જોયું હોય તેવું વાવાઝોડું

Team Chabuk-Gujarat Desk: બિપોરજોય (biparjoy) નામનું ખતરનાક વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. 5 કિલોમીટર દર પ્રતિ કલાકની ઝડપી વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ ખતરો પણ વધી રહ્યો છે. સરકારે પોતાના તમામ સંસાધનો બચાવકાર્યમાં અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં લગાવી દીધા છે. તે જોતાં જ આ વાવાઝોડું કેટલું ખતરનાક હશે તેનો અંદાજો લગાવી શકાય છે. વાવાઝોડાના આગમન પહેલા અનેક જગ્યાએ તેજ ગતિથી પવન પણ ફૂંકાવા લાગ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (ambalal patel) વાવાઝોડાને લઈને ભયાનક આગાહી કરી છે.

બિપોરજોય વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે અને જણાવ્યું છે કે, ગુજરાતમાં પાછલા વર્ષોમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોમાં આવેલા વાવાઝોડામાં સૌથી મોટી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળના તોફાનો, સાથે કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યના પશ્ચિમ કાંઠા પર વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે તેમજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે. 

doctor plus

અંબાલાલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતનો દરિયો તોફાની બનશે અને ભારે કરંટ જોવા મળશે. એટલું જ નહીં, ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ થશે. વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે. 

આગામી 13થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે. 13થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર થશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, આ તારીખોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ તૂટી પડશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે તેવું જણાવાયું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments