Team Chabuk-Gujarat Desk: બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ખતરો વધી રહ્યો છે. વાવાઝોડાના કારણે વરસાદ પણ શરૂ થયો છે. ત્યારે વરસાદના કારણે પોરબંદરમાં એક મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પોરબંદરના ભાટિયા બજારમાં જુનું મકાન ધરાશાયી થતાં એક યુવકની મોત નિપજ્યું છે.
વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદરમાં થવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને આ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ કેટલીક જગ્યાઓ પર વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે પોરબંદરમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. એવામાં ભાટિયા બજારમાં જૂનું જર્જરિત મકાન ધરશાયી થઈ જતા પ્રકાશ લોઢારી નામનો વ્યક્તિ કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો. સવારે સ્થાનિક લોકોને જાણ થતા તપાસ કરતા યુવક કાટમાળમાં દટાયેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો.

મહત્વનું છે કે, ગઈકાલે ભુજમાં લખુરઈ ક્રોસ રોડ પાસે દીવાલ પડી જવાથી બે બાળકોન મોત થયા હતા. અહીં બાળકો રમતા હતા ત્યારે આ દીવાલ અચાનક તેમના ઉપર પડી હતી. જેમાં ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઈજાઓને પગલે બે બાળકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક બાળક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. આ મામલામાં પરિવારજનોનું કહેવું છે કે ભારે પવન આવવાના કારણે દીવાલ પડી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
