Homeગુર્જર નગરીઅંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીની કડાકા-ભડાકા સાથે તૂટી પડશે...

અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં વીજળીની કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડશે. ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું, ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે.

મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

ambalal patel

બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોડમાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આગામી બે દિવસમાં જ ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી જશે.

પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી રાષ્ટ્રીય રાજધાની સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય IMDએ પોતાના બુલેટિનમાં કહ્યું છે કે આગામી બે દિવસમાં ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી જશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments