Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સુરત, ભરૂચ, ડાંગ અને તાપીમાં મેઘરાજાનું આગમન થશે. અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગે આગામી 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ પડ્યો છે.
બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોડમાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આગામી બે દિવસમાં જ ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી જશે.
પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી રાષ્ટ્રીય રાજધાની સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય IMDએ પોતાના બુલેટિનમાં કહ્યું છે કે આગામી બે દિવસમાં ચોમાસું સમગ્ર દેશમાં પહોંચી જશે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા