Team Chabuk-Gujarat Desk: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે. આ વર્ષે ફરી નવરાત્રિ પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આ વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીના કારણે ખેલૈયાઓ ચિંતામાં છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે.

નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. તો નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ભારત – પાકિસ્તાનની મેચમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકો પર ચિંતાની લહેર પ્રસરી ગઇ છે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો