Team Chabuk-Gujarat Desk: આસિસ્ટન્ટ મેનેજર દ્વારા જ બેંક સાથે લાખો રુપિયાની ઠગાઈની ઘટના સામે આવી છે. આસિસ્ટન્ટ મેનેજર દ્વારા ATM માંથી પૈસા ભરવાના બહાને પોતાના જ અંગત કાર્યો માટે વપરાશ કરતા હોય બેન્ક મેનેજર દ્વારા તપાસ કરતા આસિસ્ટન્ટ મેનેજરનો ભાંડો ફૂટ્યો હતો. મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ થતા આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.
વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઇન્ડિયન બેંકનો આસિસ્ટન્ટ મેનેજર આલોક કુમાર દ્વારા આ ફ્રોડ કરવામાં આવ્યું છે. આલોકકુમારની જવાબદારી ATMમાંથી રૂપિયા જમા કરવાની હતી. ગ્રાહકોને સરળતાથી એટીએમમાંથી પૈસા મળી રહે તે માટે ઇન્ડિયન બેંકના પરિસરમાં જ એક એટીએમ મશીન રાખવામાં આવ્યું છે. આ એટીએમ મશીનમાં સમયસર પૈસા જમા કરાવવાની જવાબદારી આલોક કુમારની હતી.
આ એટીએમનો પાસવર્ડ પણ માત્ર આલોકકુમાર પાસે હતો. તેમ છતાં આલોકકુમાર કટકે કટકે રૂપિયા ૧૫ લાખથી વધુની રકમનુ ફ્રોડ કર્યું છે.
શરૂઆતના સમયમાં બેંક મેનેજરે ઈમાનદારીથી રૂપિયા એટીએમમાં જમા કરાવ્યા હતા પરંતુ સમય જતા લાલચ આવતા આ આસિસ્ટન્ટ બેંક મેનેજર આલોક કુમારે નાની નાની રકમ એટીએમ ના પાસવર્ડ વડે પોતે જ ઉપાડવાનું શરૂ કર્યું હતું. બેંકમાં જ્યારે હિસાબમાં ગરબડ ચાલુ થઈ ત્યારે બેંકના સત્તાઘીશોને શંકા ગઈ હતી. બાદમાં એટીએમમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર આલોકકુમારની ચોરી ઝડપાઈ ગઈ હતી. આરોપીએ તમામ 15 લાખથી વધારે રૂપિયા ક્યાં વાપર્યા છે. તે મામલે પણ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં બેંકના કોઈ અન્ય કર્મચારીઓ સામેલ છે કે નહીં તે અંગે પણ વાપી જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
