Homeગુર્જર નગરીઅંબાલાલ પટેલે ગુજરાતમાં કરી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઘમરોળશે મેઘરાજા

અંબાલાલ પટેલે ગુજરાતમાં કરી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઘમરોળશે મેઘરાજા

Team Chabuk-Gujarat Desk: અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાના કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે વિરામ લીધા બાદ હવે ચોમાસું ફરી સક્રિય થયું છે. આ વચ્ચે વરસાદની રાહ જોતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે. પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે.

Ambapal patel Rain Aagahi
whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments