Team Chabuk-Sports Desk: બાંગ્લાદેશની ટીમે કરો યા મરોની મેચમાં અફઘાનિસ્તાનને મોટી હાર આપી છે. અફઘાનિસ્તાનને 89 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત બાદ બાંગ્લાદેશે તેની સુપર-4ની આશા જીવંત રાખી છે. આ પહેલા બાંગ્લાદેશને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ મેચમાં શાકિબ અલ હસનની ટીમે શાનદાર વાપસી કરી હતી. અફઘાનિસ્તાનને જીતવા માટે 335 રનનો ટાર્ગેટ હતો. પરંતુ અફઘાન ટીમ 44.3 ઓવરમાં માત્ર 245 રન પર જ સિમિત રહી હતી.
અફઘાનિસ્તાનના ઈબ્રાહિમ ઝદરાને 74 બોલમાં સૌથી વધુ 75 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સિવાય હશમુતલ્લાહ શાહિદીએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. હશમુતલ્લાહ શાહિદીએ 60 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. રાશિદ ખાને 15 બોલમાં 24 રન બનાવ્યા પરંતુ ટીમ માટે તે અપૂરતા સાબિત થયા. જ્યારે બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે 4 વિકેટ ઝડપી હતી. શરીફુલ ઈસ્લામે 3 વિકેટ લીધી હતી. હસન મહમૂદ અને મહેંદી હસન મિરાજને 1-1 સફળતા મળી હતી.

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં 5 વિકેટે 334 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મહેંદી હસન મિરાજ અને નજમુલ હુસેન શાંતોએ શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાન અને ગુલબદ્દીન નાયબને 1-1થી સફળતા મળી હતી.
Moments from the Bangladesh vs Afghanistan fixture! ✌️#AsiaCup2023 #BANvAFG pic.twitter.com/z7tzf3RA5F
— AsianCricketCouncil (@ACCMedia1) September 3, 2023
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે