Homeગુર્જર નગરીRMC જુનિયર ક્લાર્કની ભરતી નિયમોની વિરુદ્ધ થયાના આરોપ બાદ પાસ ઉમેદવારોની યાદી...

RMC જુનિયર ક્લાર્કની ભરતી નિયમોની વિરુદ્ધ થયાના આરોપ બાદ પાસ ઉમેદવારોની યાદી સુધારાઈ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં એક બાદ એક સરકારી નોકરીની ભરતીમાં ગેરરીતિ સામે આવી રહી છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉભા કર્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં નિયમોની વિરુદ્ધ ઉમેદવારોને નિમણૂક આપી હોવાનો આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે. જો કે આરોપ બાદ RMCએ પાસ ઉમેદવારોની યાદી સુધારી છે.

શું હતો આરોપ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટર પર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ લગાવતાં જણાવ્યું હતું કે, RMCમાં CPT પરીક્ષાનું આયોજન કર્યા પછી CPT પરીક્ષાનું પરિણામ આપ્યા વગર જ જે લોકોએ CPTની પરીક્ષા નથી આપી અને આપી છે તો ફેઈલ થયા છે તેવા 27 લોકોને શરતી નિમણૂક આપવામાં આવી છે. અને 6 મહિનામાં CPT પાસ કરવાની મુદ્દત આપી છે જે ભરતી નિયમોથી તદ્દન વિરુદ્ધ છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 122 જગ્યા માટે જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી હતી. આ ભરતીના નોટિફિકેશનમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, લેખિત પરીક્ષા અને કમ્પ્યુટર વિષયક પરીક્ષા લીધા બાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો કે આ ભરતીમાં 122માંથી 27 ઉમેદવારોએ કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરી ન હોવા છતાં શરતી નિમણૂક આપી દેવામાં આવી હતી.

આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, લેખિત પરીક્ષાના મેરિટના આધારે સિલેક્શન કમિટીના નિર્ણયના આધારે નિમણૂક આપવામાં આવી છે. 122માંથી 27 ઉમેદવારોએ કમ્પ્યુટર પરીક્ષા પાસ નથી કરી તેઓને શરતી નિમણૂક અપાઈ છે અને તેઓને આ પરીક્ષા પાસ કરવા માટે 6 મહિનાનો સમય અપાયો છે. જ્યારે બાકીના ઉમેદવારોએ કમ્પ્યુટરની પરીક્ષા પાસ કરી હોવાથી તેઓને ફાઈનલ નિમણૂક અપાઈ છે. જો કે વિવાદ વકરતાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પાસ ઉમેદવારોની આ વિવાદિત યાદીને સુધારી દીધી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments