Team Chabuk-Entertainment Desk: ગ્લેમરસ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની ફેશન સેન્સ મુદ્દે હંમેશા ચર્ચામાં રહે છે. તેની ફેશન સેન્સથી લઈને તેના આઉટફીટ્સની કિંમત પર પણ ફેન્સની નજર દરેક વસ્તુ પર રહે છે. તાજેતરમાં જ ઉર્વશીના ગળા પરના એક નિશાને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એરપોર્ટ પર જ્યારે લોકોએ તેના ગળાના ભાગે નિશાન જોયું તો લોકો તેને લવ બાઈટ સમજી બેઠા ! આ મુદ્દે એક ન્યૂઝ પોર્ટલ પર સમાચાર વહેતા થયા બાદ ઉર્વશીને ગુસ્સો આવ્યો. ઉર્વશીએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી અને ખરી-ખોટી સંભળાવી.
ઉર્વશીએ લખ્યું, બહું ખરાબ ! આ મારી લાલ લિપસ્ટીક છે જે મારા માસ્ક પરથી ફેલાઈ છે. રેડ લિપ્સ મેઈન્ટેન કરવું મુશ્કેલ છે કોઈ પણ છોકરીને પૂછી લો. વિશ્વાસ નથી આવતો કે તેઓ કોઈ વ્યક્તિની ઈમેજ ખરાબ કરવા માટે કંઈ પણ લખી દે છે, ખાસ કરીને છોકરીઓની. તમે પોતાના ફાયદા માટે ખોટા સમાચાર વહેતા કરવાના બદલે મારી ઉપલબ્ધીઓ વિશે કેમ નથી લખતા.
ઉર્વશીના જે વીડિયોની વાત થઈ રહી છે તે વેલેન્ટાઈન વીકનો છે. ઉર્વશીએ એરપોર્ટ પરનો આ વીડિયો શેર કર્યો હતો. તેણે સેક્વીન રેડ ટોપ સાથે બ્લેક સ્કર્ટ પહેરી હતી. બ્લેક સૂઝ અને બ્લેક શેડ્સ પોનીટેલ દ્વાર તેણે પોતાનો લૂક કંપ્લીટ કર્યો હતો. ત્યારે જ આ નિશાનને લઈને ચર્ચાઓ તેજ બની હતી. જો કે, ઉર્વશીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે, તે બાઈટ નથી પરંતુ માસ્કના કારણે ફેલાયેલી લિપસ્ટીક છે.
અગાઉ ઉર્વશી લેપર્ટ પ્રિન્ટેડ આઉટફીટમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. થાઈ-હાઈ સ્લિટ વેસ્ટર્ન ડ્રેસમાં ઉર્વશી સુંદર લાગી રહી હતી. ઉલ્લેખનીય છે કે, ઉર્વશી છેલ્લે મ્યૂઝિક વીડિયો Versace Babyમાં જોવા મળી હતી. આ ઉપરાંત ગયા વર્ષે વેબ સિરીઝ ઈન્સ્પેક્ટર અવિનાશમાં જોવા મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
