Homeગુર્જર નગરીઅમિત શાહે પરિવાર સાથે સોમનાથ દાદાના કર્યા દર્શન

અમિત શાહે પરિવાર સાથે સોમનાથ દાદાના કર્યા દર્શન

Team Chabuk-Gujarat Desk: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીએ પરિવાર સહિત ધ્વજા પૂજા કરી હતી.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રીનું મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોના શ્લોકોચ્ચાર વચ્ચે ગૃહમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને સોમનાથ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી.

આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્ર પીઠિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments